આણંદ:ખંભાત તાલુકાન જહાજ ગામમાં મજુરી કામ અર્થે આવેલી એક સગીરાંનુ વડોદરાના ગુતાલ ગામના ઇસમે પોતાના ભત્રીજા સાથે લગ્ન કરાવવા અપહરણ કર્યું હોવાની ફરિયાદ ખંભાત રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે.
પોલીસના જણાવ્યાં મુબ વડોદરાના વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામના કેટલાક લોકો મજુરીકામ અર્થે ખંભાત તાલુકાના જહાજ ગામે આવ્યાં હતાં. આ મજુરિયાત કુંટુંબમાં રહેતી એક સગીરાને ગુતાલનો રમણભાઇ પ્રભાતભાઇ ભાલિયા 20મી મેની સાંજે જહાજ ગામેથી અપહરણ કરી ગયો હતો.
તપાસ કરતાં રમણ ભાલિયા પોતાના ભત્રીજા કલ્પેશભાઇ ગણપતભાઇ ભાલિયા સાથે લગ્ન કરાવવા સગીરાંનું અપહરણ કરી ગયો હોવાનું ખૂલતાં સગીરાંના વાલીએ ખંભાત રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વાઘોડિયાના ગુતાલ ગામમાં રહેતાં રમણભાઇ પ્રભાતભાઇ ભાલિયા સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.