તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરેઠ: ગંગાપુરામાં ઇતિહાસ રચાયો, કલેક્ટરે જાતે ગ્રામજનોને આપ્યાં રેશનકાર્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમરેઠ: ઉમરેઠ તાલુકાના ગંગાપુરામાં રહેતાં 50 જેટલાં પરિવારને લાંબા સમયથી રેશનકાર્ડ આપવામાં આવતું નહતું. આ અંગે તાજેતરમાં મળેલી ગ્રામસભા દરમિયાન ઉગ્ર રજુઆત કરતાં જિલ્લા પુરવઠા અધિકારીએ ગંભીર નોંધ લીધી હતી અને અહીં રજાના દિવસોમાં ખાસ કેમ્પ યોજી રેશનકાર્ડ તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ રેશનકાર્ડનું કલેક્ટર ડો. ધવલ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે, કોઇ એક ગામ માટે રેશનકાર્ડ બનાવવા સહિત તેના વિતરણ માટે કેમ્પ યોજવામાં આવ્યો હોય તેવી જિલ્લામાં આ પ્રથમ ઘટના રહી હતી.

50 જેટલાં પરિવાર રેશનકાર્ડથી વંચીત

ઉમરેઠ તાલુકાના ગંગાપુરા ગામે જિલ્લા પુરવઠા અધિકારી આર.ટી.ઝાલાના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજવામાં આવી હતી. જેમાં ગામના સરપંચ સહિત આગેવાનોએ ગામના અનેક પરિવાર પાસે રેશનકાર્ડ ન હોવાની રજૂઆત કરી હતી. આ અંગે ગંભીર નોંધ લેવાતાં વધુ તપાસ ઉમરેઠ પુરવઠા નાયબ મામલતદાર મનીષ ભોઈને વધુ તપાસ સોંપવામાં આવી હતી. અહીં તપાસ દરમિયાન 50 જેટલાં પરિવાર રેશનકાર્ડથી વંચીત હતાં. આખરે ગ્રામ્યજનોને જરૂરી દસ્તાવેજો લઈ ફોર્મ ભરવા સહીતની સવલત આપવામાં આવી હતી અને રજાના દિવસે મામલતદાર કચેરી ચાલુ રાખી ગંગાપુરાના ગ્રામજનોના રેશનકાર્ડ બનાવવાનો વિશેષ કેમ્પ યોજ્યો હતો.

જિલ્લાના અન્ય ગામોમાં પણ ઝુંબેશ હાથ ધરાશે

આ કેમ્પ દરમિયાન રેશનકાર્ડ તૈયાર થતાં તાજેતરમાં કલેક્ટર ડો. ધવલ પટેલના હસ્તે રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી આર.ટી. ઝાલા, ચીફ સપ્લાયર ઓફિસર જે. બી. ભટ્ટ, ઉમરેઠ તાલુકા મામલતદાર સી.વી. પટેલ, નાયબ મામલતદાર કે. કે. વાલા સહિત ગ્રામજનો, આગેવાનો હાજર રહ્યાં હતાં. જોકે, આ ઘટના બાદ જિલ્લાના અન્ય ગામોમાં પણ ઝુંબેશ હાથ ધરાશે.

બારકોડેડ રેશનકાર્ડ કઢાવવાની વિધિ જ નહોતી કરી

ઉમરેઠમાં બારકોડેડ રેશનકાર્ડના અમલ સાથે જ ગંગાપુરાના કેટલાક પરિવારના જુના કાર્ડ રદ્દ થઇ ગયાં હતાં. આ પરિવારોએ બારકોડેડ રેશનકાર્ડ કઢાવવાની વિધિ કરી નહતી. જેને કારણે તેઓ કાર્ડથી વંચિત હતાં. આ બાબત ધ્યાને આવતાં રજાના દિવસોમાં ખાસ કેમ્પ યોજી દસ્તાવેજો મેળવી, અંગુઠા લેવાની પ્રોસેસ કરી કાર્ડ કાઢી આપવામાં આવ્યાં હતાં.’ - મનીષ ભોઇ, પુરવઠા નાયબ મામલતદાર, ઉમરેઠ.

દસ પરિવારને સ્થળ પર અનાજ પણ અપાયું

ગંગાપુરામાં રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમ દરમિયાન દશ કાર્ડધારનોને રેશનકાર્ડમાં મળવાપાત્ર અનાજનો જથ્થો પણ સ્થળ પર આપવામાં આવ્યો હતો. રેશનકાર્ડ ન હોવાને કારણે વર્ષોથી અનેક સરકારી સહાય અને યોજનાથી વંચિત ગ્રામ્યજનોને ઘરે બેઠા રેશનકાર્ડ મળતા તેઓએ તંત્રનો આભાર માન્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો