તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ: પ્રા. શાળાના મકાનના પુન: લોકાર્પણથી વિવાદ, બે શિક્ષક સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ: આણંદના વહેરાખાડી ગામે પે સેન્ટર પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ શનિવારે પુન: આયોજન કરાતાં વિવાદ સર્જાયો હતો. આ કાર્યક્રમ મોકૂફ રાખવાની ઉચ્ચ અધિકારીએ મૌખિક સૂચના આપી છતાં મનસ્વી રીતે કાર્યક્રમનું આયોજન કરાતા બીટ નિરીક્ષક અને ઇન્ચાર્જ આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી છગનભાઇ ડામોર અને વહેરાખાડી પે સેન્ટર શાળાના મુખ્ય શિક્ષક જયમીન બ્રહ્મભટ્ટને ફરજમોકૂફ કરાયા છે. સસ્પેન્શન દરમિયાન છગનભાઇ બારોટને તારાપુર અને જયમીન બ્રહ્મભટ્ટને ખંભાત તાલુકાના નવાગામ બારા ખાતે હાજર થવાનો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.પી. પરમાર દ્વારા હૂકમ કરાયો છે.
આણંદ તાલુકાના વહેરાખાડી ગામે આવેલ પે સેન્ટર પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનો લોકાર્પણ સમારોહ 10મી સપ્ટેમ્બરને શનિવારે સવારના 10 કલાકે રાખવામાં આવ્યો હતો. જેની માટે શાળાના પટાંગણમાં મંડપ બાંધીને તૈયારીઓ પણ કરવામાં આવી હતી. શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના હસ્તે કરવાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કપિલાબેન ચાવડા, મુખ્ય મહેમાનપદે આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અને ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો અને અધિકારીઓને આમંત્રિત કરાયા હતા. જોકે શનિવારે શાળામાં બાંધવામાં આવેલા મંડપ પાસે લોકાર્પણ કાર્યક્રમ અનિવાર્ય સંજોગોેના કારણે રદ કરાયો હોવાનું બોર્ડ લગાવ્યું હતું. વાસ્તવમાં શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ શાળા પ્રવેશોત્સવ દરમિયાન કરી દેવામાં આવ્યું હતું. આમછતાં શાળાના મકાનનું પુન: લોકાર્પણ કરાતા કાર્યક્રમને રદ કરવાની મૌખિક સૂચના આપી હતી.
કાર્યક્રમ વિશે અગાઉ જાણ કરાઇ નહોતી
વહેરાખાડી પે સેન્ટર પ્રાથમિક શાળાના મકાનના લોકાર્પણ કાર્યક્રમના આયોજન વિશે અગાઉથી જાણ કરાઇ નહોતી. તેમજ શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય તે શાળાનું લોકાર્પણ કેવી રીતે થઇ શકે. ઉચ્ચ અધિકારીની પરવાનગી લીધા વિના શાળાના મકાનનું પુન: લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હોય બીટ નિરીક્ષક અને મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.- એમ.પી.પરમાર, આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો