તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવસે ચાંદીના સિક્કા બતાવી 1000-500ની નોટો લીધી, રાત્રે મોદીએ ચલણમાંથી રદ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: દાહોદના બે ઈસમોને ચાંદીના જૂના જમાનાના સિક્કા બતાવી ભેટાસીના બે ગઠિયાઓએ તેમની પાસેથી રૂા. 50 લાખની છેતરપિંડી આચરી હતી. રૂા. 50 લાખના નાણા ગઠિયાઓએ રૂા. 500 અને રૂા. 1000ની નોટમાં સ્વીકાર્યા હતા. આ બનાવ બન્યો એ રાત્રે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂા. 500 અને રૂા. 1000ની નોટને ચલણમાંથી રદ કરી દીધી હતી. જેને પગલે ગઠિયાઓ પણ જૂની ચલણની નોટ લઈને ધર્મસંકટમાં મૂકાયા છે.
એક સ્ત્રી અને 10 પુરૂષો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
હાલમાં આંકલાવ પોલીસે તેમના રહેઠાણના સ્થળ ઉપરાંત જિલ્લાની બેંક પર પણ સઘન વોચ રાખી છે. પરંતુ હજુ સુધી ગઠિયાઓ પોલીસ પકડથી દૂર છે.આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ ખાતે રહેતા ફિરઝ પટેલે આંકલાવ પોલીસ સ્ટેશને આંકલાવ તાલુકાના ભેટાસીના છોટાભાઈ ઉકાભાઈ સહિત એક સ્ત્રી અને 10 પુરૂષો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના મિત્ર હસમુખભાઈ કોરાલી અને તેમને આ શખ્સોએ ચાંદીના જૂના સિક્કા જેની મૂળ કિંમત રૂા. 300 છે તે માત્ર રૂા. 100માં આપવાની વાત જણાવી ભેટાસી બોલાવ્યા હતા.
રૂા.50 લાખ પડાવી લઈ બનાવટી સિક્કા પધરાવી દીધા
જ્યાં તેમની પાસેથી રૂા. 50 લાખ પડાવી લઈ બનાવટી સિક્કા પધરાવી દીધા હતા.આ અંગેની ફરિયાદ આંકલાવ પોલીસે નોંધ્યા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે વાત કરતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી. બી. ખાંબલાએ જણાવ્યું હતું કે, હાલમાં પોલીસે તેમના રહેઠાણ પર છાપા માર્યા હતા. પરંતુ તેમના ઘરે તાળાં હતા. પોલીસે બાતમીદારોને પણ સક્રિય કર્યા છે. હાલમાં અમારી પ્રાથમિકતા એ જ છે કે, સૌપ્રથમ મુદામાલ રિકવર કરવામાં આવે.
આગળની સ્લાઇડમાં વાંચો,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂા. 500 અને રૂા. 1000ની નોટને ચલણમાંથી રદ કરી...
અન્ય સમાચારો પણ છે...