તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ, આણંદમાં 6 મિમી નોંધાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ: આણંદ જિલ્લામાં મંગળવારે મેઘરાજાની મહેરથી સાર્વત્રિક વરસાદ થયો હતો. ખંભાત પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આંકલાવ અને તારાપુર તાલુકામાં અડઘો ઇંચ ઉપરાંત તેમજ આણંદ, ઉમરેઠ, બોરસદ, સોજિત્રા અને પેટલાદમાં હળવો વરસાદ થયો હતો. દિવસ દરમિયાન આકાશમાં ઘેરાયેલા વાદળો વચ્ચે ધીમી ધારે વરસતાં વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું હતું. આગામી અઠવાડિયામાં પણ હળવોથી મધ્યમ વરસાદ થવાનો હવામાન વિભાગ દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે. જૂન બાદ જુલાઇ મહિનામાં પણ વરસાદના છુટાછવાયા ઝાપટાં પડ્યા બાદ મેઘરાજા હાથતાળી આપી જતાં હતા. આકાશમાં આવતાં વાદળો વરસતાં નહોતા.
પરંતુ મંગળવારે દિવસ દરમિયાન આકાશમાં ઘેરાયેલા વાદળો વચ્ચે હળવા વરસાદના ઝાપટાં ચાલુ રહ્યા હતા. એમાં ખંભાતમાં બે કલાકમાં બે ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખંભાતના માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ખંભાત તેમજ આસપાસના વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ખંભાતના પીઠબજાર, મોચીવાડ, સાલ્વા, નગીનાવાડી, કતકપુર, લાલદરવાજા જેવા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ટાવર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આંકલાવ, સોજિત્રા અને તારાપુર તાલુકામાં પણ અડધો ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો હતો. જયારે આણંદ, બોરસદ, ઉમરેઠ અને પેટલાદ તાલુકામાં હળવા વરસાદના છુટાછવાયા ઝાપટાં પડ્યા હતા. આણંદ જિલ્લામાં ધીમી ધારે વરસેલા વરસાદથી વાતાવરણ ખુશનુમા બની જવા પામ્યું હતું.
વાતાવરણમાં 93 ટકા ભેજ નોંધાયો

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારના રોજ મહતમ તાપમાન 32.6 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.2 ડિગ્રી, ભેજનું પ્રમાણ 93 ટકા, પવનની ઝડપ 5.8 કિમી પ્રતિ કલાક અને દિશા દક્ષિણ-પશ્ચિમ નોંધાઇ હતી.
હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આકાશ વાદળછાયું રહેશે તેમજ મહતમ તાપમાન 32 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેશે. આગામી અઠવાડિયામાં વરસાદ થવાની આગાહી હોય પાકમાં પિયત આપવાનું ટાળવા ખેડૂતોને સૂચવવામાં આવ્યું છે. તેમજ ખાતર અને દવા જેવા રસાયણોનો ઉપયોગ કરવો નહીં. નીચાણવાળા વિસ્તારમાં પાણી લાંબો સમય ભરાઇ ના રહે તેનું ધ્યાન રાખવા જણાવાયું છે. તેમજ વધારાના પાણીનો ખેત તલાવડીમાં સંગ્રહ કરવા ભલામણ કરવામાં અાવી છે.
આણંદમાં સાર્વત્રિક વરસાદ
આણંદ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધીમાં તાલુકા પ્રમાણે આણંદમાં 6 મિમી, ઉમરેઠમાં 2 મિમી, બોરસદમાં 4 મિમી, આંકલાવ 17 મિમી, પેટલાદમાં 7 મિમી, સોજિત્રામાં 12 મિમી, ખંભાતમાં 54 મિમી અને તારાપુરમાં 19 મિમી વરસાદ નોંધાયો હતો.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો