તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં કોંગ્રેસનો ટ્રેન રોકી વિરોધ પ્રદર્શન, ધારાસભ્ય સહિત 45 ની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: રૂા. 500-1000ના નોટ નાબૂદી બાદ છેલ્લા 19 દિવસથી સામાન્ય પ્રજા છુટા નાણાંના અભાવે ભારે હાલાકી વેઠી રહી છે. તેના વિરોધમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આણંદ રેલવે સ્ટેશન પર બપોરે સવા બે વાગ્યના અરસામાં હલ્લાબોલ મચાવી રેલ રોકીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 2.20 કલાકે ટ્રેનને અટકાવીને એન્જિન પર ચઢી જઇ કાર્યકરો અને આમ પ્રજાએ સરકાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેઓની સાથે ધારાસભ્ય અમિતભાઈ ચાવડા, રાજેન્દ્રસિંહ પરમાર, પુનમભાઈ પરમાર તથા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાન્તીભાઈ સોઢા પરમાર વગેરે જોડાયા હતા.

ભાવનગર-કોચુવેલી ટ્રેનને અટકાવી 15 મિનિટ સુધી હોબાળો

નોટ નાબૂદીને કારણે છેલ્લા 19 દિવસથી પ્રજા બાનમાં મુકાઇ ગઇ છે. નાણાંના અભાવે કોઇ ખરીદી શકતું નથી. તેના કારણે ખેતીકામ, પશુપાલન વગેરે પર ભારે અસર થઇ છે. ત્યારે નાના વેપારીઓ અને છુટક મજુરી કામ કરતાં લોકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે. સરકાર પાસે છુટા નાણાંની પુરતી વ્યવસ્થા ન હોવા છતાં મોટી નોટો રદ કરીને દેશના વિકાસને મોટી બ્રેક મારી છે. સરકારના અણગણ નિર્ણયથી સામાન્ય પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રવિવાર બપોરે આણંદ રેલવે સ્ટેશન પર કોંગ્રેસના ધારાસભ્ય અને આગેવાનો તથા કાર્યકરોએ ભેગા મળી ભાવનગર-કોચુવેલી ટ્રેન અટકાવીને તેના એન્જિન પર કાર્યકરો ચઢી જઇને સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

ધારાસભ્ય સહિત 45 કાર્યકરોની અટકાયત

આણંદ રેલવે સ્ટેશન દ્વારા નોટ નાબૂદીના વિરોધમાં ધારાસભ્યો અને કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ ટ્રેન અટકાવીને વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે રેલવે સ્ટેશને હોબાળો મચી ગયો હતો. આખરે રેલવે પોલીસ કોંગ્રેસના આગેવાનોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ રેલ્વે પોલીસે 45 જેટલા કાર્યકરોની ગુજરાત પોલીસ એકટ મુજબ અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરી છોડી મુકવામાં આવ્યા હતા.
આગળની સ્લાઇડમાં વાંચો, આણંદ સહિત તાલુકા મથકોએ પણ કોંગ્રેસે ચક્કાજામ કર્યા....
અન્ય સમાચારો પણ છે...