તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરેઠમાં વિધર્મીઓએ ગણેશજીના પ્રસાદ પર લઘુશંકા કરી પાક.નો કાગળનો ધ્વજ ફરકાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ: ઉમરેઠમાં મંગળવારે ગણેશ વિસર્જન દરમિયાન નીકળેલી શોભાયાત્રામાં ઓડ બજાર પાસે કેટલાક વિધર્મીઓએ ગણેશ વિસર્જન ટાણે પ્રસાદનું અપમાન કરી તેમને સમજાવવા ગયેલા ભાજપના કાઉન્સીલરના ભાઇ અને તેની પત્ની પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ભારે દબાણ બાદ પોલીસ 4 લોકોને પકડ્યા હતા. બનાવના વિરોધમાં બુધવારે હિન્દુઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું છે. 
 
પોલીસ સ્ટેશનને પીડિતો અને રહીશો દ્વારા ઘેરાબંધી કરતા કાર્યવાહી કરાઇ 

પ્રાપ્ત માહિતી મુજબ સાંજના લગભગ પાંચ વાગ્યા બાદ ઉમરેઠમાં નીકળેલી શ્રીજીની સવારી ઓડ બજારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે ભોગ બનેલ ઉમરેઠ પાલિકાના કાઉન્સિલર કનુભાઈ શાહના ભાઈ ગોપાલ રણછોડદાસના કહેવા મુજબ કેટલાક મુસ્લિમ યુવકોએ પ્રસાદ લીધા બાદ તેના પર લઘુશંકા કરી રહ્યા હતા. ત્યારે તેમને તેમ નહીં કરવા ઠપકો આપતા તેના ઉપર અને તેમની ભાભી ઉપર હુમલો કરી દેતા મામલો બિચક્યો હતો, તેથી શોભાયાત્રા અટકી ગઈ હતી. રાષ્ટ્રવિરોધી તત્વો તિક્ષ્ણ હથિયારો સાથે આવ્યા હતા અને હાથમાં પાકિસ્તાનનો કાગળનો ધ્વજ લહેરાવતા આવ્યા હતા.
 
દેશ વિરોધી તત્વા સામે આજે મહારેલી
 
ઉમરેઠમાં કોમી પલિતો ચાંપતા તત્વોને પકડવામાં પોલીસ પણ વામણી પૂરવાર થઇ છે. મંગળવારે ભારે આગ્રહ બાદ મુસ્તકીમ સલીમ વોર, ફારુક વોરા, સોએબ અલ્લારખા વોરા, રાહીલ વોરાને પોલીસે પકડ્યા હતા. બનાવના વિરોધમાં બુધવારે સવારે વિશાળ રેલીનું આયોજન કરી વહીવટી તંત્રને આવેદનપત્ર અપાશે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો...
 
અન્ય સમાચારો પણ છે...