તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ: સહકારી ધોરણે થતી તમાકુની ખેતીમાં ટર્નઓવર 6 કરોડ પર પહોંચશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોરસદ,આણંદ: ખેતી પણ સહકારી ધોરણે કરવામાં આવે તો ફાયદાકારક બની શકે છે એ વાતને આણંદ જિલ્લામાં મહીસાગર નદીના પટ્ટમાં તમાકુની ખેતી કરતાં 12 ગામના ખેડૂતોએ સાબિત કરી બતાવ્યું છે. મહીભાઠાંની તમાકુનો ભાવ પ્રતિમણ રૂ. 2709 પડ્યો છે. તેમજ સાનુકૂળ વાતાવરણના પગલે તમાકુનો 23 હજાર મણ ઉતારો મળ્યો હોય આ વર્ષે મહીસાગર ભાઠા સામુદાયિક સહકારી ખેતી મંડળી લિ.નું ટર્નઓવર 6 કરોડ પર પહોંચશે. તેમ જ ભાઠાની તમાકુના ભાવ પડયા બાદ અન્ય વિસ્તારની તમાકુના ભાવ નક્કી થતાં હોય આ વર્ષે પણ તમાકુના સારા ભાવ મળી રહેવાની ખેડૂતોમાં આશા સેવાઇ રહી છે. 
 
મહીસાગર નદીના પટ્ટમાં સહકારી ધોરણે ખેતી શરૂ કરવામાં આવી હતી
 
એશિયામાં સૌપ્રથમવાર વર્ષ 1953માં આણંદ જિલ્લામાં ગંભીરા પાસે પસાર થતી મહીસાગર નદીના પટ્ટમાં સહકારી ધોરણે ખેતી શરૂ કરવામાં આવી હતી. નદીની મધ્યમાં 425 એકર ભાઠામાં 12 ગામના 290 ખેડૂતો દ્વારા સહિયારી ખેતી કરવામાં આવે છે. મહીસાગર ભાઠા સામુદાયિક સહકારી ખેતી મંડળી લિ.ના ચેરમેન દિપકભાઇ પટેલે જણાવ્યું હતું કે “ભાઠામાં દર વર્ષે તમાકુની ખેતી કરીને મળતાં ઉતારાના વેચાણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને હરાજી રાખવામાં આવે છે. 
 
રવિવારે યોજાયેલ હરાજીમાં 90 વેપારીએ ભાગ લીધો હતો
 
આ વર્ષે રવિવારે યોજાયેલ હરાજીમાં 90 વેપારીએ ભાગ લીધો હતો. સાનુકૂળ વાતાવરણના પગલે તમાકુનો ઊતારો 23 હજાર મણ મળ્યો હતો. જેની ખરીદી માટે આવેલા ટેન્ડરમાં સૌથી ઊચોં ભાવ પ્રતિમણ રૂ.2709નો પડ્યો હતો. જ્યારે સરેરાશ ભાવ પ્રતિમણ રૂ.2201 પડ્યો હતો.  આ વર્ષે એકવખતની રોપણીમાં જ સારો ઊતારો મળ્યો હતો. તેમજ તમાકુના ભાવ પણ સારા પડ્યા હોય ખેડૂતોને અપેક્ષિત આવક મળશે.’
 
સાનુકુળ વાતાવરણને લઈ 23 હજાર મણનો ઊતારો 
વર્ષ    ઊતારો (મણ)    ભાવ(પ્રતિમણ)
2014    12,500    1822
2015    15,999    2700
2016    19,990    2853
2017    23,000    2701

આગળની સ્લાઇડમાં વાંચો,અન્ય વિસ્તારની તમાકુના ભાવ 600થી 1700 વચ્ચે રહેશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો