તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદઃ નોકરિયાત મહિલાઓ માટે જિલ્લા કે તાલુકા કક્ષાએ અદ્યતન હોસ્ટેલ તૈયાર કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદઃ રાજ્યમાં મહિલાઓ સર્વિસ કરવા માટે ટ્રેનો તથા બસોમાં અપડાઉન કરે છે. તેના કારણે ક્યારેક અઘટિત ઘટનાનો શિકાર બનતી બનતી હોય છે. સાથે સાથે મહિલાઓ અપડાઉન કરીને થાકી જતા હોય છે. જેથી સર્વિસ પર પુરતું ધ્યાન આપી શકતા નથી. આ ઉપરાંત મહિલાની સુરક્ષાને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર દ્વારા સર્વિસ કરતી મહિલાઓને નોકરીના સ્થળે આવવા માટે અપડાઉન ન કરવું તે માટે જિલ્લા અને તાલુકાના મુખ્ય મથકો ઉપર મહિલા હોસ્ટેલનું નિર્માણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
- કેન્દ્ર સરકારની યોજના હેઠળ નોકરિયાત મહિલાઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે

આણંદ જિલ્લા દહેજ પ્રતિબંધ તથા સુરક્ષા અધિકારી હંસાબેને જણાવ્યું હતું કે ‘સેન્ટ્રલ ગર્વમેન્ટ યોજના હેઠળ જિલ્લાના તાલુકા મથકોએ સર્વિસ કરતી મહિલાઓ માટે મહિલા હોસ્ટેલનું નિર્માણ કરવા માટે ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કર્યું છે. આ હોસ્ટેલના નિર્માણ માટે નગરપાલિકા, તાલુકા પંચાયત કે મહિલા ઉત્થાન માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા મહિલા હોસ્ટેલની મંજૂરી માંગવામાં આવશે. તેઓને તાલુકા કક્ષાએ કે પોતાના શહેરમાં હોસ્ટેલ ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નાણાં ફાળવવામાં આવશે. અને તે માટે આણંદ જિલ્લામાં રસ દાખવતી સંસ્થાઓ પાસે અરજીઓ મંગાવી છે.

પ્રાયોગિક ધોરણે મહિલા હોસ્ટેલમાં 30 મહિલાઓ રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ હોસ્ટેલમાં તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે. જેમાં 30 હજારથી ઓછો પગાર ધરાવતી અને બહારગામથી આવતી મહિલાઓને રહેવા માટે વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. સરકારી કે પ્રાઇવેટ સંસ્થામાં નોકરી કરતી અને અપડાઉન કરતી મહિલાઓને લાભ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં આ યોજના મહિલા સુરક્ષાને ધ્યાને લઇને અમલમાં મૂકી છે. ત્યારે આણંદ જિલ્લાની સંસ્થાઓએ પણ આગળ આવીને મહિલા હોસ્ટેલ ઉભી કરવામાં રસ દાખવવો જોઇએ.’
અન્ય સમાચારો પણ છે...