આણંદ પંથક સ્વાઇન ફલૂના ભરડામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: છેલ્લા 20 દિવસથી ભેજવાળા વાતાવરણને કારણે સ્વાઇનફલુએ માથુ ઉંચકયું છે.જેના કારણે બે સપ્તાહમાં 11થી વધુ પોઝેટીવ કેસ મળ્યા છે.જેમાં એક વૃધ્ધનું મોત નિપજયું હતું.ત્યારે શુક્રવારના રોજ વધુ ચાર કેસ સ્વાઇન ફલુના ચાર પોઝીટીવ કેસ નોંધાયા હતા.જેમાંથી ત્રણ કેસ માત્ર આણંદ શહેરના આસપાસના વિસ્તારના હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.જેના પગલે આણંદ જિલ્લા કલેકટરે સાવચેતીના ભાગરૂપે જિલ્લાના સરકારી ડોકટરોની ટીમ અને મેડિકલના એશોસિયેશનના મેમ્બરોની મીટીંગ બોલાવી સાવચેતીના ભાગરૂપે જરૂરી સૂચના આપની ફરજ પડી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.બી પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા બે સપ્તાહમાં 11 સ્વાઇન ફલુના કેસો નોંધાયા હતા.જેમાં પાંચ વ્યકિતની તબીયત સુધારો જણાતાં રજા આપી દેવામાં આવી છે. જયારે શુક્રવારના રોજ વિદ્યાનગર,મોગર અને બાકરોલમાં ત્રણ કેસ મળ્યા છે.જેમાં બે મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે.જયારે એક કેસ બોરસદ પંથકમાંથી મળ્યો છે.જેઓને કરમસદમાં સારવાર અપાઈ રહી છે. જોકે આરોગ્ય વિભાગની ટીમોએ ગામે ગામ જરૂરી સર્વેની કામગીરી હાથધરી  છે.તેમજ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.આ ઉપરાંત આણંદ,બોરસદ,પેટલાદ પંથકમાં મેલેરિયા,તાવ અને વાયરલ ફિવરના કેસો1500થી વધુ નોંધાયા છે.આણંદ પંથકમાં સ્વાઇનફલુ વકરે નહીં તે માટે વહિવટી તંત્ર દ્વારા તાકીદેની સરકારી ડોકટરોની મીટીંગ બોલાવાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...