તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીનીઓની છેડતી કેસ: વિદ્યાનગર પોલીસનું મૌન, વાલીઓએ આક્રોશ ઠાલવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: છેલ્લાં ત્રણ દિવસથી વિદ્યાનગર સહિત આણંદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલા એવા છ વિદ્યાર્થિનીઓના છેડતી પ્રકરણ મામલે મોડે મોડે આખરે વિદ્યાનગર પોલીસે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. પાર્ટ ટાઈમ લેક્ચરર ધવલભાઈ પંચાસરા વિરૂદ્ધ છેડતીની ફરિયાદ એચ.એમ. પટેલ સ્કુલ ઓફ ઈન્ટીરીયર ડિઝાઈનીંગની છ વિદ્યાર્થિનીઓએ કર્યા બાદ અાખરે વિદ્યાનગર પોલીસે તેને અને આચાર્ય કવિતા પટેલને કાયદેસરની નોટિસ પાઠવી આગામી 29 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે વિદ્યાનગર પોલીસ સ્ટેશને નિવેદન લખાવવા માટે હાજર રહેવાનું ફરમાન કર્યું છે.
યુનિવર્સિટીના વુમન સેલ સમક્ષ સમગ્ર મામલો મુકયો
આ મામલે વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને આ પ્રકરણની તપાસ કરી રહેલા એ.સી. પરમારે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે સાત વર્ષ કરતાં ઓછી સજા હોય તેવા કિસ્સામાં કોઈ પણ વ્યક્તિની સીધી ધરપકડ થઈ શકે નહીં. તેને કારણે હાલમાં આ પ્રકરણમાં સંડોવાયેલા બંને વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી છે. આગામી 29 મી સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે તેમણે ફરજીયાતપણે પોલીસ સ્ટેશને હાજર રહેવું પડશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, વિદ્યાનગર પોલીસ દ્વારા છેડતી પ્રકરણ મામલે ઢીલું વલણ અપનાવવામાં આવતું હોવાને કારણે પોલીસની કામગીરી મામલે પ્રજાજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. બીજી તરફ સરદાર પટેલ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પણ આ મામલે ભીનું ન સંકેલાય તે હેતુસર વાઈસ ચાન્સેલર ડો. શીરીષ કુલકર્ણીને રજૂઆત અને ન્યાય અપાવવા માટે માંગણી કરાઈ હતી.
કોલેજના ડાયરેક્ટર અને આચાર્યની રજૂઆત પણ સાંભળવામાં આવી હતી

વાઇસ ચાન્સેલર ડો.શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, ડો.એચ.એમ.પટેલ સ્કૂલ ઓફ ઇન્ટિરીયર ડિઝાઇનની વિદ્યાર્થિનીઓ વાલીઓ સાથે આવીને પ્રાધ્યાપક ધવલભાઇ પંચાસરા વિરુધ્ધ કરેલી રજૂઆત સાંભળી હતી. બાદમાં યુનિવર્સિટીના વુમન સેલ સમક્ષ સમગ્ર મામલો મુકવામાં આવ્યો હતો. કોલેજના ડાયરેક્ટર અને આચાર્યની રજૂઆત પણ સાંભળવામાં આવી હતી. બંને પક્ષની રજૂઆત સાંભળી હવે કાયદાની જોગવાઇ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાશે.'

પ્રાધ્યાપક-આચાર્ય સાથે ત્રણ કલાક બેઠક ચાલી

વુમન સેલના ડો.પિનાકીની પંડયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓએ વાઇસ ચાન્સેલરને રજૂઆત કર્યા બાદ અમે પ્રાધ્યાપક ધવલભાઇ પંચાસરા અને આચાર્ય સાથે બેઠક કરી હતી. બેઠક ત્રણ કલાક સુધી ચાલી હતી. જેમાં તેઓની રજૂઆતો સાંભળવામાં આવી હતી. આ મામલે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.'
આગળની સ્લાઇડમાં વાંચો, વિદ્યાર્થીનીઓની છેડતી કેસમાં વિદ્યાનગર પોલીસનું ભેદી મૌન.....
અન્ય સમાચારો પણ છે...