તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ: સરદાર પટેલ યુનિ.ના સોશ્યોલોજિ ડિપાર્ટમેન્ટના હેડ 90 હજારની લાંચ લેતા ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ: શિક્ષણ હબ તરીકે ગણાતા વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના સોશ્યોલોજિ ડિપાર્ટમેન્ટના હેડ હિતેશ એન. પટેલે ઠાસરા તાલુકાના નેસ ગામના વિદ્યાર્થીને પીએચ.ડી. કરાવી દેવા માટે રૂા. 90 હજારની લાંચ માંગી હતી. આ અંગે વિદ્યાર્થીએ લાંચ રૂશ્વંત શાખાના ટોલ ફ્રી નંબર પર ફોન કરી જાણ કરતા સોમવારે એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીએ છટકું ગોઠવી પ્રોફેસર હિતેશ પટેલેને સરદાર પટેલ યુનિર્વર્સિટી પાસે આવેલી કોર્પોરેશન બેંક પાસેથી આબાદ રૂા. 90 હજાર સાથે ઝડપી પાડ્યા હતા. ગુરૂપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ જ શિક્ષણજગતને કાળી ટીલી લાગે તેવુ કૃત્ય એક ગુરૂએ કરતા સમાજમાં ભારે ફિટકારની લાગણી વ્યાપી ગઈ હતી. તેમજ આવી રીતે પૈસા લઇને કેટલા વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી આપવામાં આવી હશે, તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
સોદાની પતાવટ રૂા. 3 લાખમાં થઈ
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં રહેતા અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સોશ્યોલોજિ ડિપાર્ટમેન્ટમાં પીએચડી કરતા એક વિદ્યાર્થીએ રથયાત્રાના દિવસે એસીબીની ટોલ ફ્રી નંબર પર ફોન કરી પીએચ.ડી. કરાવી આપવા માટે તેના ડિપાર્ટમેન્ટના હેડ હિતેશ એન. પટેલ દ્વારા રૂા. છ લાખની લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી. જોકે, આખરે સોદાની પતાવટ રૂા. 3 લાખમાં થઈ હતી. આ અંગે તેણે એસીબીને પ્રોફેસર દ્વારા અગાઉ પણ રૂા. 2.10 લાખ આપ્યા હતા તેમજ હાલમાં પણ તેઓ માંગણી કરી રહ્યા હોવાના તમામ પુરાવા આપ્યા હતા. જોકે, બાકીના રૂા. 90 હજાર સોમવારે આપવાના હોવાનું તેણે જણાવ્યું હતું. જેને પગલે ગાંધીનગરની એક ટીમ સોમવારે સવારથી જ યુનિવર્સિટીના કેમ્પસમાં આવી હતી.
થિસીસ પણ લખાઇ જશે અને ડિગ્રી પણ આવી જશે
દરમિયાન પ્રોફેસર એ સમયે લેક્ચરમાં હોઈ તેઓ બપોરે દોઢ કલાકે આવ્યા હતા. વધુમાં વિદ્યાર્થીને ફોન કરીને તેમણે યુનિવર્સિટી સંકુલમાં આવેલી કોર્પોરેશન બેંક પાસે બોલાવ્યો હતો. તેમણે તેની પાસેથી પૈસા લીધા બાદ વિદ્યાર્થીને થિસીસ સંદર્ભે કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. થિસીસ પણ લખાઇ જશે અને ડિગ્રી પણ આવી જશે, તેવી ખાતરી આપી હતી. દરમિયાન પૈસા ગણીને તેઓ જતા જ હતા ત્યારે ગાંધીનગરની ટીમે તેમને પૈસા સાથે રંગહાથ ઝડપી પાડ્યા હતા.ગાંધીનગર એસીબીના અધિકારીઓ હોવાની જાણ થતાં જ પ્રોફેસરનો ચહેરો રડમસ બની ગયો હતો અને તેમણે પોતે લાંચ લીધી હોવાની કબુલાત કરી હતી. આ અંગે આણંદ એસીબી દ્વારા પ્રોફેસર સામે લાંચ રૂશ્વતં વિરોધી કલમ હેઠળ ગુનો નોંધી મંગળવારે તેમના વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. શિક્ષણનગરી એવી વિદ્યાનગર વિશ્વ વિખ્યાત છે. જ્યાં પીએચડી ડિગ્રી વેચાતી મળતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ કૌભાંડના પગલે અન્ય ફેકલ્ટીની ડિગ્રી પર પણ તપાસ થાય તેવી ચર્ચા ઊઠી છે.
પીએચડી માટે પૈસા નહીં તો યુવતીઓની જાતિય સતામણી આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો