તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તાનો વિવાદ: બોરસદના વહેરામાં રસ્તો એક ને તક્તી બે નેતાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ:  બોરસદ તાલુકાના વહેરા ગામે સંતોકપુરાથી કાશીપુરાને જોડતાં 1 કિમીના રસ્તા પર 60 મીટરનો સીસી રોડ તૈયાર થયો હતો.આ રસ્તા માટે વિવાદ ઉભો થયો છે. એક જ રસ્તા માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને આણંદના ભાજપના સાંસદ દિલીપ પટેલની ગ્રાન્ટ વપરાયાનો દાવો સામ-સામે કરાયો હતો. બંને જણાના નામની તકતી મુકાતા સ્થાનિક નગરજનોએ હોબાળોે મચાવ્યો હતો. આખરે મામલો ડેપ્યુટી કલેકટર સુધી પહોંચ્યો હતો.આમ જિલ્લામાં કેટલાય રસ્તા પર વગર રસ્તો બન્યે તકતીઓ લાગી હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.
 
સરપંચ અને આગેવાનો દ્ગારા તપાસની માંગ

બોરસદ તાલુકાના વહેરા તાબે સંતોકપુરાથી કાશીપુરાને જોડતો 1 કિમીનો રસ્તા પર સીસી રોડ બનાવવાનું કામ વર્ષ 2016-17 હાથ ધરાયું હતું. તે માટે 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફળવાઇ હતી.  ત્યારે બાદ 60 મીટરનો સીસી રોડ તૈયાર થઇ ગયો હતો. રસ્તો તૈયાર થયા બાદ આ રોડ પર એક બાજુ સાંસદ સભ્ય દિલીપ પટેલની ગ્રાન્ટમાંથી અને બીજી બાજુ રાજ્યસભાના સાંસદ સ્મૃતિ ઇરાનીની ગ્રાન્ટમાંથી તૈયાર થયો હોવાની તકતીઓ લાગી હતી.આ જોઇને ગ્રામજનો ચોંકી ઉઠયા હતા. સૌને પ્રશ્ન એ થતો હતો કે રસ્તો કોની ગ્રાન્ટમાંથી બન્યો દિલીપ પટેલ કે સ્મૃતિ ઇરાનીએ તે ચર્ચાનો વિષય બની ગયો હતો. જે અંગે પરા-વિસ્તારના લોકોએ ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બોરસદ ટીડીઓને રજુઆત કરી હતી. પરંતુ તેઓની પાસે આ અંગે કોઇ માહિતી ન મળતાં આખરે આ મામલો આણંદ જિલ્લા કલેકર કચેરીએ પહોંચ્યો હતો. ત્યાં ગામના સરપંચ અને આગેવાનોએ ડેપ્યુટી કલેકટર સમક્ષ રજુઆત કરી હતી. અને તપાસ કરવાની માંગ કરી હતી.
 
આગળ વાંચો: કેન્દ્રીય મંત્રીસ્મૃતિ ઈરાનીની ગ્રાન્ટ ક્યાં ગઇ તે ચર્ચાનો વિષય બન્યો
અન્ય સમાચારો પણ છે...