તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ: તબીબની બેદરકારીથી પ્રસુતાના મોત, પરિવારે મચાવ્યો ભારે હોબાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ, ખંભાત: ખંભાત શહેરમાં ધી કેન્ડી મેડિકલ રીલીફ ટ્રસ્ટ સંચાલિત લીલાવતી ભગવતીલાલ રાવ જનરલ હોસ્પિટલમાં છ માસ પૂર્વે આ હોસ્પિટલમાં પ્રસૃતિ માટે રાવળ સમાજની યુવતીને દાખલ કરાઇ હતી. ત્યારે ડોકટરની બેદરકારીને કારણે પ્રસુતા કોમામા સરી ગઇ હતી. છ માસથી કોમામા સરી ગયેલ પ્રસૃતાનું છ માસ બાદ સોમવારના રોજ મોત નીપજ્યું હતું. જેના કારણે રોષે ભરાયેલા રાવળ પરિવાર અને તેમના સમાજના લોકો એકત્ર થઇ જનરલ હોસ્પિટલમાં જ પ્રસૃતાનો મૃતદેહ લઇ જઇ ભારે હોબાળો મચાવ્યો હતો.
લાંબી સારવાર બાદ મહિલાનું રોજ મોત નીપજ્યું
ખંભાત શહેરની એલબી રાવ જનરલ હોસ્પિટલમાં છ માસ પૂર્વે જયશ્રીબેન ભાવિનભાઈ રાવળ (ઉ.વ.25)ને પ્રસુતાની પીડા ઉપડતાં દાખલ કરવામાં આવ્યા હતા. એલબી હોસ્પિટલના ડૉ. પારસ પંડિતે મહિલાની પ્રસુતિ કરાવી હતી. જોકે, પ્રસુતી ટાણે મહિલા કોમામા સરી ગઇ હતી. આખરે મહિલાને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જેનું લાંબી સારવાર બાદ મહિલાનું સોમવારના રોજ મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે રાવળ સમાજ અને નગરજનોમાં રોષ ભભૂક્યો છે અને મૃતદેહ સાથે જ હોસ્પિટલમાં દોડી હોબાળો મચાવ્યો હતો.
લોકોએ મહિલાનો મૃતદેહ હોસ્પિટલમાંથી ઉઠાવ્યો ન હતો
જેના પગલે સંચાલકે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. મામલતદાર પણ દોડી આવીને મૃતકનાં પરિવારજનોને સમજાવવા છતાં ન માનતા આખરે પરત ફર્યા હતા. પરંતુ આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી રાવળ સમાજના લોકોએ મહિલાનો મૃતદેહ હોસ્પિટલમાંથી ઉઠાવ્યો ન હતો. જેના કારણે છેલ્લા સાત કલાકથી મૃતદેહ સંચાલકોની આડોડાઇને કારણે રઝળી રહ્યો છે. મોડીરાત્રે ટોળું વધી જતાં પોલીસે છ ટીમ બોલાવીને બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
છ માસનો બાળક માતા વિના ઝુરી રહ્યો છે આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો