પથ્થરાે તો ગાડી પર નહી પણ અક્કલ પર પડયા છે : પૂનમ મહાજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: પથ્થરો ગાડી પર નહી પણ અકકલ પર પડયા છે. ભાજપે નહી કોઇ કોગ્રેસીએ પથ્થર માર્યો હશે.તમારે લીધે કોગ્રેસની આવી દશા થઇ ગઇ છે. એમ કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા પૂનમ મહાજને નિશાન તાકતા વધુમાં કહ્યું હતું કે, ભાજપના નેતાઓ અને કાર્યકરો પૂરગ્રસ્ત વિસ્તારમાં સેવા કરતા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લુરુમાં પાર્ટી મનાવતા હતા.
 
આણંદની ડી.એન.હાઇસ્કૂલના પટાંગણમાં ભાજપ યુવા મોરચાના ભારત જોડો અભિયાન અંતર્ગત યોજાયેલા સંમેલનને સંબોધતા મહાજને જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીએ ગાધીજીને અને નહેરુજીને યાદ કર્યા હતા પરંતુ સરદાર સાહેબને યાદ કર્યા નહતા. દેશની જનતા તેમને પછાડી દેવાની છે , ગુજરાતમાં ચૂંટણીમાં ભાજપ 150 બેઠકો પર જીતશેનો દાવો પણ તેમણે કર્યો હતો.
 
સરદાર સાહેબના નિવાસસ્થાનમાંથી પ્રેરણા મળી
 
કરમસદ ખાતે સરદાર સાહેબના નિવાસસ્થાનની મુલાકાત બાદ મુલાકાતી પોથીમાં પૂનમ મહાજને એવી નોંધ મૂકી હતી કે સરદાર પટેલ સ્વતંત્રતા પછી બધા રાજ્યોને એકત્રિત કરીને મુખ્ય પ્રવાહમાં લાવ્યા હતા આથી અહીંથી પ્રેરણા લઇને જાઉં છું.
 
અન્ય સમાચારો પણ છે...