તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં કોંગ્રેસી કાર્યકરો પર પોલીસનો બળપ્રયોગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફી અને ખાનગી કંપની દ્વારા જમીન માપણીના ગોટાળાને લઇને સોમવાર સવારે રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જેમાં 500થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ 188ની કલમનો ભંગ કરી કલેકટર કચેરીમાં ધસી જતાં આણંદ શહેર પોલીસે તેઓને અટકાવવા માટે ભારે બળપ્રયોગ કરવો પડ્યો હતો. દરમિયાન ખેડા જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. 
જેમાં મહિલા કાર્યકરોને અટકાવવા માટે મહિલા પોલીસે પણ સાંકળ રચીને આગળ  જતા અટકાવવા માટે ભારે બળ વાપરવું પડ્યું હતું.
 
જેને લઇને મામલો ગરમાયો હતો. આણંદ જિલ્લા કલેકટર કચેરીએ અવાર-નવાર વિવિધ પક્ષો અને સંગઠનો દ્વારા આવગેદનપત્રો આપવામાં આવે છે. ઘણી વખત કલેકટર કચેરીએ ટોળા ઘૂસી જતા હોવાથી બબાલ થાય છે. તેને ધ્યાને લઇ જિલ્લા કલેકટર દ્વારા 188હેઠળ ચાર માણસથી વધુ પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં સોમવારે કોંગ્રેસી કાર્યકરોના ટોળા કલેકટર કચેરીએ ઘૂસી જઇને સુલેહભંગ કર્યો હતો. જેથી તાત્કાલિક વધુ પોલીસ બોલાવાની ફરજ પડી હતી. અને તાત્કાલિક પોલીસે સાંકળ રચીને કોંગ્રેસી કાર્યકરોને અંદર પ્રવેશતા અટકાવવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો. ખાસ કરીને મહિલા કોંગ્રેસી કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કચેરીમાં ઘૂસવાનો પ્રયત્ન કરતાં પોલીસે તેમને અટકાવવા માટે ભારે મથામણ કરતા મામલો ગરમાયો હતો.
 
વધુ તસવીરો જોવા માટે આગની સ્લાઇડ્સ પર ક્લિક કરો 
અન્ય સમાચારો પણ છે...