વિદ્યાનગરના દલિત યુવકને પોલીસે માર માર્યો, PSIએ આક્ષેપ ફગાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: વિદ્યાનગરમાં રહેતા અને ચપ્પલની દુકાન ધરાવતા દલિત યુવકને વિદ્યાનગર પોલીસે જુગારનો દરોડો પાડેલી જગ્યા પરથી ઝડપી પાડ્યા બાદ પોલીસ મથકે લાવીને બેરહેમીપૂર્વક માર માર્યો હોવાનો આક્ષેપ યુવકના ભાઈએ કરતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે વાત ઈજા પામેલા યુવકના ભાઈ કલ્પેશ મુકેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ગત આઠમી તારીખે મોડી સાંજે બાકરોલમાં વિદ્યાનગર પોલીસે દરોડો પાડ્યો હતો. એ સમયે પોલીસે ત્રણ યુવકોને ઝડપી પાડ્યા હતા. જોકે, મારો ભાઈ મુકેશ તેના મિત્રને ફોન આપ્યો હોઈ તે લેવા માટે ગયો હતો. આ અંગે તેણે પોલીસને પણ કહ્યું હતું. પરંતુ પોલીસે તેની વાત સાંભળી નહોતી. અને તેને પકડી પાડીને પોલીસ મથકે લઈ આવ્યા હતા. 
 
બીજી તરફ, શનિવારે સવારે તેણે મને પોલીસે માર માર્યો હોવાનું જણાવ્યું હતું. તેના પાછળનો ભાગ મને બતાવતા લાલ ચકામા સાથે સોળ ઉપસી આવ્યા હતા. તેને પૂછતાં તેણે પોલીસે તેને દંડાથી માર માર્યો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે તેને સારવાર અર્થે કરમસદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો.
 
બીજી તરફ,  આ મામલે પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.સી. પરમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ગત આઠમીએ પોલીસે દરોડો પાડી રૂા. 2700નો મુદામાલ કબ્જે કર્યો હતો. ત્રણ યુવકો ઝડપાઈ ગયા હતા જ્યારે અન્ય ફરાર થઈ ગયા હતા. હાલમાં યુવક દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તે પાયાવિહોણા છે. જો તેણે ફરિયાદ કરવી જ હતી તો બીજા દિવસે કેમ ન કરી. છેક ચાર દિવસ પછી કેમ તે ફરિયાદ કરે છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...