તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટલાદ અને તારાપુર મુસ્લિમ સમાજે ઉરી હુમલાને વખોડયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: કાશ્મીરના ઉરીમાં પાકિસ્તાની સરકારના જોરે લશ્કરી વડા મથક પર આતંકવાદી હુમલો થયો હતો. તેના વિરોધમાં પેટલાદ ઇન્ડિયન મુસ્લિમ એસોસિએશન નોરી તથા યુવા એકતા યુનીટ તારાપુર દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને વખોડી કાઢ્યો હતો. મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા હુમલો કરી ખાતમો બોલવવા માગ કરી હતી.

ત્યારબાદ યુવા એકતા યુથ યુનીટી તારાપુરના પ્રમુખ સદ્દામ વ્હોરા, જે. આઇ. વ્હોરા તથા પેટલાદ ઇન્ડિયન મુસ્લિમ એસોસિએશનના જાવેદ રઝા અને મુસ્લિમ સમાજના આગેવાનો ભેગા મળી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...