તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ: પંડોળીમાં શંકાસ્પદ કબૂતર મળ્યું, પગે ટેગ તથા પાંખો ઉપર અરેબિક લખાણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ: પેટલાદ તાલુકાના પંડોળી ગામેથી શનિવારના રોજ શંકાસ્પદ કબૂતર મળી આવ્યું હતું. આ કબૂતરની પાંખો ઉપર એરેબીક કે અવાચ્ય ભાષામાં લખાણ લખેલું હોવાનું જણાઇ આવતું હતું અને કબૂતરના બંને પગોએ ટેગ મારેલા હતાં. જેથી પોલીસ અને ગુપ્તચર વિભાગ હચમચી ગયું હતું. દેશ વિરોધી તત્વો કે આતંકવાદી પ્રવૃતિ સાથે જોડાયેલા તત્વો દ્વારા આ કબૂતરનો સંદેશા વ્યવહાર માટે ઉપયોગ થયો છે કે નહીં? જેની સઘન તપાસ હાથ ધરી છે.
બે-ત્રણ દિવસથી પગે ટેગ મારેલ કબૂતર નજરે ચઢયું

પેટલાદ તાલુકાના પંડોળી ગામે છેલ્લા બે-ત્રણ દિવસથી પગે ટેગ મારેલ કબૂતર નજરે ચઢયું હતું. જેને લઇને અનેક ચર્ચાઓ થતી હતી. આ કબૂતર શનિવારના રોજ ઉડીને માધવપુરામાં રહેતાં રાજુભાઈ ભૂપતભાઈ સોલંકીના ઘરે આવ્યું હતું. કબૂતર બીમાર હાલતમાં જણાઇ આવ્યું હતું. જેથી રાજુભાઇ તેને સારવાર માટે પેટલાદ પશુ દવાખાનામાં લઇ ગયાં હતાં. જોકે, કબૂતર શંકાસ્પદ જણાતાં ડો. દશરથભાઈએ પેટલાદ રૂરલ પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. એમ. ચૌહાણ દવાખાનામાં દોડી ગયા હતા અને તપાસ હાથ ધરતાં કબૂતરના પગમાં ટેગ મારેલી હતી. પાંખ ઉપર વિચિત્ર લખાણમાં ચિત્ર જોવા મળ્યા હતા.

કબૂતર થકી કોઇ રાષ્ટ્ર વિરોધી ષડયંત્રની શંકા

આ અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરતાં પેટલાદ નાયબ પોલીસ અધિક્ષક જે. એમ. દેસાઇ, સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર હરેશ વોરા સહિત કાફલો દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કબૂતરના બંને પગમાં મારેલી ટેગ (કળીયો) મળી આવી હતી. આ કબૂતર થકી કોઇ રાષ્ટ્ર વિરોધી ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ સહિતના મુદ્દા ઉઠવા પામ્યા છે. રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા કબૂતરનો સંદેશાવાહક તરીકે ઉપયોગ કર્યા બાદ કબૂતર બીમાર પડી જતાં છોડી મુકવામાં આવ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે.
આગળની સ્લાઇડમાં વાંચો, પ્રાથમિક તપાસ કબૂતર રેસરનું હોવાની સંભાવના...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો