તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતભેદ કોંગ્રેસમાં નહીં, ભાજપમાં છે: ગહેલોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: મહેસાણાના બલોલ ગામના પાટીદાર યુવકની હત્યા સંદર્ભે કોંગ્રેસે નડિયાદ શહેરમાં ધરણાં કર્યા હતા. તેમજ વર્તમાન ભાજપ સરકારના સાશનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી ગઇ છે. સાથે સાથે લોકશાહીનું હનન થઇ રહ્યું છે. તેવો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો હતો.
 
નડિયાદ શહેરના સંતરામ મંદીરની સામેના પટાંગણમાં  કોંગ્રેસ દ્વારા ધરણાં કર્યા હતા. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ ભરતસિંહ સોલંકી, અને ગુજરાત રાજ્યના પ્રભારી અશોક ગેહલોત સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યાં હતા. મહેસાણાના બલોલ ગામે પાટીદાર યુવકની કરાયેલી હત્યાના સંદર્ભે સરકાર તમામ પક્ષે નિષ્ફળ ગઇ છે. તેમજ લોકશાહીનું હનન થઇ રહ્યું છે. પાટીદાર પરિવારોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી.
 
બાપુ ચૂંટણીમાં પણ સક્રિય રહેશે..
 
બાપુ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે તે બાબતે અશોક ગેહલોતે જણાવ્યું હતું કે હાલમાં શંકરસિંહ વાઘેલા (બાપુ)ને લઇને અફવાઓએ જોર પકડ્યું છે. જે વાત સાવ ખોટી અને પાયા વિહોણી છે. બાપુ અમારી સાથે જ છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ સક્રિય રીતે જોડાશે.
 
ભાજપની ખેડૂત વિરોધી નીતિથી દેશભરમાં વિરોધ ઊઠ્યો, આ અંગે વધુ જાણવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો... 
અન્ય સમાચારો પણ છે...