તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર, એક ઇંચ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી:  અમરેલી જિલ્લામા સતત ત્રણ દિવસથી મેઘમહેર થઇ રહી છે. ત્યારે આજે પણ અમરેલી, રાજુલા અને જાફરાબાદ પંથકમા મેઘરાજાએ પધરામણી કરી હતી અને અડધાથી લઇ એક ઇંચ સુધીનો વરસાદ ખાબકી જતા જગતનો તાત હરખાઇ ઉઠયો હતો. આ ઉપરાંત ચલાલા, વિજપડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમા પણ દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા વરસી જતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. જિલ્લામા છેલ્લા ત્રણ દિવસથી અનેક ગામોમા મેઘમહેર થઇ રહી છે અને વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતોમા ખુશી જોવા મળી રહી છે.
 
આજે અમરેલીમા સવારથી જ આકાશમા કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને અડધો ઇંચ વરસાદ પડી જતા માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. અહી આખો દિવસ આકાશ વાદળછાયુ જોવા મળ્યું હતુ. તો ખાંભામા પણ આજે વરસાદી ઝાપટા પડી ગયા હતા. જયારે રાજુલામા સવારથી બપોર સુધી મેઘમહેર થતા અહી એક ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. તો જાફરાબાદમા પણ ધોધમાર એક ઇંચ વરસાદ પડી ગયો હતો. જો કે અન્યત્ર કયાંય પણ વરસાદના વાવડ સાંપડયા ન હતા.
 
વિજપડી પંથકમા અડધો ઇંચ

સાવરકુંડલા તાબાના વિજપડીમા સવારે અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે આસપાસના ખડસલી, લીખાળા સહિતના ગામોમા પણ અડધો ઇંચ વરસાદ પડી જતા માર્ગો અને બજારોમા પાણી દોડવા લાગ્યા હતા અને વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી.

ચલાલામાં ઝાપટાં વારંવાર વિજળી ગુલ

ચલાલામા પણ સવારથી બપોર સુધી વરસાદી ઝાપટા પડી ગયા હતા. અહી અવારનવાર વિજ પુરવઠો ગુલ થઇ જતા લોકોને પરેશાની ભોગવવી પડી હતી. આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ.
અન્ય સમાચારો પણ છે...