તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NRI બાળકને મેળવવા માતા અને પાલક માતા વચ્ચે જંગ, ગુજરાત હાઈકોર્ટેમાં આજે સુનાવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
7 વર્ષીય બાળકની માલિકીને લઈને મૂળ આણંદની અને હાલમાં અમેરિકામાં સ્થાયી થયેલી માતાએ પુત્ર માટે હાઈકોર્ટમાં ધા નાંખી છે ત્યારે બીજી તરફ બાળકની મુંબઈ સ્થિત પાલક માતાએ તેના અપહરણની ફરિયાદ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને નોંધાવી છે ત્યારે બાળક પરની ખરેખરની માલિકી કોની તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે
આણંદ: આણંદમાં સાત વર્ષીય એનઆરઆઈ પુત્રને મેળવવા માટે એનઆરઆઈ માતા અને મુંબઈ સ્થિત પાલક માતા વચ્ચે કાનુની જંગ છેડાયો છે. હાલમાં પેચીદા બનેલા આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપીને બાળકને માતા પાસે જ રાખવા આદેશ આપ્યો છે ત્યારે બીજી તરફ આણંદ કોર્ટ સંકુલમાંથી ફોઈ-ફુવાના કબ્જામાંથી બાળકને ઉઠાવી જનારી માતા વિરૂદ્ધ બાળકના ફોઈએ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને અપહરણની ફરિયાદ નોંધાવી છે. હાલમાં સમગ્ર મામલે કોકડું ગુચવાયેલું છે ત્યારે આવતીકાલે આ મામલે ગુજરાત હાઈકોર્ટની સુનાવણી છે. ત્યારે સૌની નજર બાળક પર કોનો હક તેના પર રહેશે.
પુત્ર પાંચ વર્ષનો થયા બાદ તેને અમેરિકા લઈ ગયા
મૂળ ઉમરેઠના જીતપુરામાં રહેતા નયનેશભાઈ પટેલના લગ્ન લાંભવેલની યુવતી સેજલબેન સાથે થયા હતા. ડિસેમ્બર 1997માં નૈનેશભાઈ પટેલ અમેરિકાના મિશિગનમાં ગયા હતા અને ત્યાં જ પત્ની સાથે સ્થાયી થયા હતા. તેમને સંતાનમાં 14 વર્ષીય આકાશ અને 7 વર્ષીય શુભ નામનો પુત્ર છે. નયનેશભાઈ અને સેજલબેન સંતાનો સાથે નિયમિત પોતાના વતન ઉમરેઠમાં આવતા-જતા હતા. આકાશના જન્મના થોડા વર્ષો બાદ દંપતિએ આકાશને જીતપુરા ખાતે દાદીમાને ત્યાં રાખ્યો હતો. જોકે, આકાશ પાંચ વર્ષનો થયા બાદ તેને તેઓ અમેરિકા લઈ ગયા હતા. જ્યાં તેનો અભ્યાસ શરૂ કર્યો હતો. બીજી તરફ, વર્ષ 2008માં તેમના ઘરે શુભનો જન્મ થયો હતો. તેના જન્મના બે વર્ષ બાદ પુન: તેને વર્ષ 2010માં માતાને ઘરે મોકલ્યો હતો.
માતા અને તેનો મોટો પુત્ર અમેરિકામાં રહેતા હતા
દરમિયાન, વર્ષ 2011માં નયનેશભાઈને લાઈપો સારકોમા નામે કેન્સર થયું હતું. પત્ની સેજલે કોઈ કારણોસર તેમને ઉમરેઠ વતનમાં સારવાર માટે મોકલ્યા હતા. વર્ષ 2014માં તેમનું ઉમરેઠ વતનમાં જ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સેજલ તેમજ તેમના મોટો પુત્ર આકાશ અમેરિકામાં રહેતા હતા. જ્યારે તેમનો નાનો પુત્ર શુભ એ નયનેશભાઈની માતા પાસે રહેતો હતો. પરંતુ નયનેશભાઈના માતાની નાદુરસ્ત તબિયતને કારણે નયનેશભાઈના બેન અલ્કાબેન તેમજ તેમના પતિ રાજુભાઈ પટેલ પુત્રને મુંબઈ પોતાના ઘરે લઈ ગયા હતા. તેમણે પાંચ વર્ષ સુધી તેની સારસંભાળ લીધી. પરંતુ પાંચ વર્ષનો થતાં જ તેને સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે તેમણે મુંબઈ હાઈકોર્ટમાં તેના ગાર્ડીયનશીપ માટેની પીટીશન રજૂ કરી હતી.
બર્થ સર્ટિફિકેટ માટે અમેરિકન એમ્બ્સીના દ્વાર ખટખટાવ્યા
જોકે, બીજી તરફ, સ્કૂલમાં પ્રવેશ મેળવવાનો હોઈ તેના બર્થ સર્ટિફિકેટ માટે અમેરિકન એમ્બ્સીના દ્વાર ખટખટાવ્યા હતા. અમેરિકન એમ્બસીએ આ મામલે તપાસ હાથ ધરી હતી અને તેમણે અમેરિકા તેની માતાનો સંપર્ક કર્યો હતો. ત્યારે શુભની ગાર્ડીયનશીપની બાબત અંગેની સમગ્ર વિગત પ્રકાશમાં આવી હતી. જેને પગલે ગત 15 જૂનના રોજ શુભની માતા આણંદ આવ્યા હતા. અને તેમણે ખંભોળજ પોલીસ સ્ટેશને આ સંદર્ભે અરજી આપી હતી. આ અરજીના અનુસંધાને ખંભોળજ પોલીસ આણંદ કોર્ટનો હુકમ લઈ મુબંઈ પહોંચીને બાળકનો કબ્જો લીધો હતો. બાળકનો કબ્જો કાનુની રાહે મેળવવા આણંદ કોર્ટમાં કરાયેલા કેસ સંદર્ભે 11 જુલાઈએ સુનાવણીમાં શુભના ફોઈ અલ્કાબેન, ફુવા રાજુભાઈ તેમજ તેની માતા સેજલબેન હાજર રહ્યા હતા.
બાળકની માતાએ ગુજરાત હાઈકોર્ટમાં ધા નાંખી
પરંતુ કોર્ટમાં મુદત પડી હતી. અને બીજા દિવસે કોર્ટે ગાર્ડીયનશીપ માટે કરેલા કરારો ગ્રાહ્ય રાખીને કબ્જો ફોઈ-ફૂવાને સોંપવાનો હુક્મ કર્યો હતો. જોકે, એ જ સમયે બાળકની માતા સેજલબેન પુત્ર શુભને પોતાના સ્વજનો સાથે લઈને ફરાર થઈ ગઈ હતી. આ મામલે અલ્કાબેને આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને સેજલબેન તેમજ તેના સ્વજનો વિરૂદ્ધ બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન, બીજી તરફ સમગ્ર બનાવનું કોકડું ગુચવાયેલું હતું ત્યારે બાળકની માતાએ ગુજરાત હાઈકોર્ટમાં ધા નાંખી હતી. જેને લઈને હાઈકોર્ટે આ મામલે ત્વરિત સ્ટે આપીને બાળકનો કબ્જો માતા પાસે જ રાખવાનો આદેશ કર્યો છે. આ કેસની સમગ્ર સુનાવણી આવતીકાલે હાઈકોર્ટમાં બંને પક્ષકારોને સાંભળવામાં આવશે. કારણ કે હજુ પણ બાળક પર ખરો હક કોનો એ ગુંચવાયેલી બાબત ઉકેલ હાઈકોર્ટના નિર્ણય પર સૌની નજર રહેશે.
બંને પક્ષે ઘણી બાબતો શંકા ઉપજાવે તેવી છે આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો