તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજ: પાણીની સમસ્યા દૂર કરવા નવો ઇન્ટેકવેલ બનાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ : કપડવંજમાં છેલ્લા ઘણા સમયથી આંતરે દિવસે પાણી આપવામાં આવતું હતું. જેનાકારણે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને કાયમી દૂર કરવા માટે પાણી પુરવઠા યોજના અંતર્ગત વેણીપુરા પંપીગ સ્ટેશન પાસે રૂ. 3.04 કરોડના ખર્ચે ઇન્ટેકવેલ તથા 18 હજાર ઘનમીટર પાણી સ્ટોરેજનો ચેકડેમ બનાવાશે. જેનું ખાતમુર્હુત તાજેતરમાં પાલિકા પ્રમુખ સેજલબેન બ્રહ્મભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ યોજનાનું ખાતમુર્હુત કર્યા બાદ પાલિકા પ્રમુખ સેજલબેને જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (ફેઝ-2) નર્મદા મુખ્ય નહેર આધારિત પાણી પુરવઠા યોજનાનું કામ અંદાજીત રૂ. 3,04,274.05 ખર્ચે થનાર છે. જેમાં ઇન્ટેક વેલ, એપ્રોચ બ્રિજ, રીટેઇનીંગ વોલ, પાણી સ્ટોરેજ માટે ચેકડેમ સહિત અન્ય વસ્તુઓે બનાવાશે. આગામી એક વર્ષમાં આ કામ પૂર્ણ કરી દેવામાં આવશે. જેથી નગરવાસીઓને દરરોજ પીવાનું પાણી મળતું થઇ જશે. આ ખાતમુર્હુત પ્રસંગે પાલિકા ઇજનેર વિષ્ણુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...