આણંદ જિલ્લામાં મેઘમહેર યથાવત : 24 કલાકમાં દોઢ ઇંચ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદ પંથકમાં ચાલુ સીઝનમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અાગામી 24 કલાકમાં બે ઇંચ વરસાદ થાય તો ડાંગરની ક્યારીઓમાં પાણી ભરાતાં રોપણીનું કામ શરૂ થઇ જશે. બીજી બાજુ બાજરી  અને શાકભાજીની રોપણીનું કામ ખેડૂતોએ આરંભી દીધું છે. 
 
આણંદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં અવારનવાર હળવાથી ભારે વરસાદી ઝાપટાનો દોર ચાલુ રહ્યો છે. તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતાં સ્થાનિક રહીશો હેરાન થઇ રહ્યા છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર અગામી 24 કલાક દરમિયાન ચરોતર પંથકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાનો દોર ચાલુ રહેશે.