તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ શહેર સહિત જિલ્લામાં સમગ્ર દિવસ દરમિયાન મેઘ મહેર યથાવત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ, ખંભાત: આણંદ શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. વાંરવાર વીજળી ગુલ થાવની ઘટનાઓ બની રહી છે. નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી ઓસર્યા ન હતા.સવારથી જ આકાશમાં છવાયેલા વાદળો વચ્ચે રિમઝિમ વરસાદ ચાલુ રહ્યો હતો.
 
બપોરે ભારે અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું.ખંભાતના અલીયાપાડા વિસ્તારમાં ૬ કલાક સુધી વીજળી ગુલ થઇ ગઈ હતી.ખંભાતના મોચીવાડ,ઝંડાચોક,રબારીવાડ,જહાંગીરપુ ર જેવા વિસ્તારોમાં નદી જેવો માહોલ સર્જાયો હતો.સાંજે પણ મેઘો મન મૂકી વરસતા વાહનવ્યવહાર થંભી ગયો હતો. આણંદ તાલુકામાં 12 મીમી, ઉમરેઠમાં 2મીમી, બોરસદમાં 10 મીમી, આંકલાવમાં 4મીમી, પેટલાદમાં 18 મીમી, ખંભાતમાં 28મીમી અને તારાપુરમાં 12મીમી વરસાદ નોંધાયો હતો.
અન્ય સમાચારો પણ છે...