તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7માં પગારપંચ મામલે જિલ્લાકક્ષાએ સંકલન સમિતિના મૌન ધરણાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: રાજ્યના ગ્રાન્ટ-ઇન-એઇડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા કર્મીઓ સાતમા પગારપંચ સહિતના મુદ્દાઓને લઇને આણંદ જિલ્લા સંકલન સમિતિના અગ્રણીઓ તથા આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને અમૂલ ડેરી જિલ્લા પંચાયત ભવન ખાતે ધરણા કર્યા હતા.

આણંદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિના અધ્યક્ષ અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓના સંચાલકો, માધ્યમિક, પ્રાથમિક અને ઉચ્ચતર, માધ્યમિક શાળાઓના આચાર્યો વહીવટી કર્મચારીઓ સાતમા પગારપંચનો અમલ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, આચાર્યની ભરતી, કલાર્ક અને પટાવાળાનું મહેકમ, ફિકસ પગારધારાનો અમલ, ચિત્ર-વ્યાયામ ઉદ્યોગ-ગ્રંથપાલના પ્રશ્નોને પૂરા કરવાની માંગ કરી રહ્યા છે. આથી મોટી સંખ્યામાં ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ટીચીંગ, નોન ટીચીંગ સહિતના કર્મચારીઓ, આચાર્યા ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 3 વાગ્યે આવેદનપત્ર આપી જિલ્લા પંચાયત ભવન ખાતે મૌન ધરણા કર્યા હતા. જેમાં ઉચ્ચતર માધ્યિમક સંઘના પ્રમુખ ભરતભાઈ પટેલ, સંગઠનમંત્રી વિમલભાઇ મકવાણા, માધ્યમિક વિભાગના પ્રમુખ બળદેવભાઇ પટેલ મંત્રી અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
 
અન્ય સમાચારો પણ છે...