તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિભાવના માહોલમાં અરેરાટી વ્યાપી, ખંભાતના સંઘને અકસ્માત: 8નાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયા(મી),મોરબી, ખંભાત: મોરબી પાસેના માળિયાના હરિપર નજીક સોમવારે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ખંભાત તાલુકાથી આવેલા 20 શ્રદ્ધાળુઓ પૈકી પાંચનાં મોત નીપજ્યા હતા, જ્યારે બાકીના શ્રદ્ધાળુઓ તેમજ મોરબીથી સેવા આપવા માટે ગયેલા યુવાનો સહિતનાઓને નાની મોટી ઈજાઓનો સામનો કરવો પડ્યો હતો. નવરાત્રીના ભક્તિભાવના માહોલમાં સર્જાયેલા આ અકસ્માતને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી, અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની કતારો લાગી ગઈ હતી. જે ટ્રાફિક ક્લિયર કરાવવા પોલીસ ટીમ લાગી ગઈ હતી.

યાત્રાળુઓ રોકાયા તે દરમિયાન ટેન્કરના ચાલકે પદયાત્રીઓને હડફેટે ચડાવ્યાં

કચ્છ સ્થિત આશાપુરા માતાજીના મઢ ખાતે પગપાળા અને વાહનોમાં જતા પદયાત્રિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારના સમયે માળિયા તાલુકાના હરિપર નજીક આવેલા એક સેવા કેમ્પ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખંભાત તાલુકાના શ્રદ્ધાળુઓ માતાના મઢ જવા નીકળ્યા હતા ત્યારે ચા-પાણી પીવા માટે સેવા કેમ્પમાં રોકાયા હતા અને વાહનો રોડની સાઈડમાં ઊભા રાખીને ચા-પાણી પિતા હતા ત્યારે પૂરપાટ વેગે પસાર થઈ રહેલા ટેન્કરના ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા ઘટનાસ્થળે જ ખંભાત તાલુકાના શ્રદ્ધાળુઓ સહિતના પાંચનાં મોત નીપજ્યા હતા. અન્ય લોકોને ઈજા થતા મોરબી, વાગડ, માળિયા અને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

કેમ્પમાં સેવા આપવા આવેલા બે યુવાનોનાં મોત નીપજ્યા

મોરબીમાં સારવાર દરમિયાન સેવા કેમ્પમાં સેવા આપવા આવેલા બે યુવાનોનાં મોત નીપજ્યા હતા, જ્યારે રાજકોટ સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું. જેથી આ ગમખ્વાર અકસ્માતનો મૃત્યુ આંક આઠ પર પહોંચ્યો હતો, જ્યારે અન્ય મહિલાઓ સહિત આઠ ભક્તોને વિવિધ સ્થળોએ સારવાર આપવામાં આવી રહી છે.
આગળની સ્લાઇડમાં જુઓ તસવીરો અને વાંચો, દુઃખદ ઘટનાને પગલે ગામમાં શોક છવાયો....
અન્ય સમાચારો પણ છે...