તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LCBનું સફળ ઓપરેશન: ચરોતરમાં તસ્કરી કરી તરખાટ મચાવતી સીક્લીગર ગેંગને પકડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ: ચરોતરમાં છેલ્લાં કેટલાંય સમયથી બંધ મકાનોને નિશાન બનાવી તેમાંથી રોકડ રકમ ચોરી કરનારી સીકલીગર ગેંગના ચાર સભ્યોને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વાસદ ટોલટેક્સ પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આણંદ-નડિયાદમાં થઈને તેમણે કુલ 22 ચોરીઓની કબુલાત કરી હતી. હાલમાં પોલીસે તેમની અટકાયત કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.
આ અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને વાસદ ટોલટેક્સ પાસે ઘર અને દુકાનને નિશાન બનાવી તેમાંથી ચોરી કરતી સીકલીગર ગેંગના ચાર સભ્યો પસાર થવાના હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વર્ણન આધારેની કાર આવી પહોંચતા પોલીસે તેમને અટકાવી હતી.
જોકે, પોલીસને જોતાવેંત તેમણે પોતાની કાર પૂરઝડપે હંકારી હતી. જેના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. વધુમાં તેમણે તેમની કાર રોંગ સાઈડે રિવર્સ કરી ભાગવાનો પ્રયત્ન કરતાં કાર પાછળના ભાગે ઠોકાઈ હતી. જેથી કાર ઊભી રહેતાં કારની અંદરથી ચાર શખ્સો ભાગવા લાગ્યા હતા. જોકે, પોલીસે તેમનો પીછો કરી તેમને ઝડપી પાડ્યા હતા. તેમની સઘન પૂછપરછ કરતાં એક શખ્સ જોગીન્દરસિંઘ ઉર્ફે કબીર સંતોકસીંગ જાતે ભોંડ સીકલીગર (રહે. વડોદરા), જાગીરસિંગ ભોલાસીંગ સીકલીગર (રહે. સુરત), જરનેલસીંગ ઉર્ફે જલ્લુ રૂપસીંગ સીકલીગર (રહે. સુરત), રાજેશભાઈ સોમાભાઈ ગોસ્વામી (રહે. વડોદરા) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે કારની તપાસ હાથ ધરતાં કારમાંથી સોના-ચાંદીના દાગીના, ચાર મોટા ડીસમીસ તથા બે મોટી કોસ તથાં મોટું વાંદરી પાનું મળી આવ્યું હતું. પોલીસે કાર સહિત કુલ રૂા. 10.24 લાખનો મુદૃામાલ કબ્જે લઈ આગળની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેમણે આણંદ શહેર, ઉપરાંત વિદ્યાનગર, જીટોડિયા તથા આસપાસના વિસ્તાર, ઓડ, સારસા, ખંભોળજ તથા નડિયાદમાંથી કુલ 22 ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. હાલમાં પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી કોર્ટમાંથી તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.
મુખ્ય સૂત્રધારની 130 ચોરીઓમાં સંડોવણી

સીકલીગર ગેંગનો મુખ્ય સુત્રધાર જોગીન્દરસિંઘ ઉર્ફે કબીર સંતોકસિંઘ તથા હાલમાં પકડાયેલો જાગીરસીંગ સીકલીગર તથા જરનેલસિંઘ ઉર્ફે જલ્લુ રૂપસીંગ ચીખલીગર તેના માસીના દીકરા તથા બનેવી થાય છે. સમગ્ર રાજયમાં તેઓ ચોરીને અંજામ આપી રહ્યા છે. તેમણે રાજ્ય બહાર મુંબઈમાં રૂા. 1 કરોડ, 40 લાખની ચોરી કરી હતી. મુખ્ય સુત્રધાર જોગીન્દરસિંગ ઉર્ફે કબીરે કુલ 130થી વધુ ચોરીઓ કરી હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો