તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોચાસણમાં સુવર્ણ ધરતી પર બિરાજમાન છે લક્ષ્મીનારાયણ દેવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ: બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા, સ્વામિનારાયણનું ઉદભવ સ્થાન આણંદ જિલ્લાનું નાનકડું બોચાસણ ગામ છે. આજે દેશવિદેશમાં વિસ્તરેલી સંસ્થાના જન્મનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. કોઇ મોટા શહેરના બદલે નાના ગામથી શરુ કરવા માટે પ્રભુકૃપાની સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણને આપેલું વચન પણ યશદાયી છે. ભગવાનનું વચન પાળવા માટે શાસ્ત્રીજી મહારાજે બોચાસણ ગામમાં સંસ્થાનું શિલારોપણ કરીને સૌ પ્રથમ મંદિર બનાવ્યું હતું.


વાત જાણે એમ છે કે શાસ્ત્રીજી મહારાજને સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલમાં ખૂબ માનપાન મળતા હતા. કોઇ વાતની તકલીફ નહતી. આમ છતાં તેમના મનમાં અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંતના આચરણ અંગે મનોમંથન ચાલતું હોવાથી તે વડતાલથી પાંચ સંતો સાથે ખાલી હાથે નીકળી તેઓ આણંદ આવ્યા હતા. વડતાલમાં રહેતા સંતના હરિભક્તો ચરોતર પંથકમાં વધુ હોય તે સ્વાભાવિક છે. તેઓ પહેલા ચરોતરના ચોક એવા આણંદમાં આવ્યાં હતા ત્યારે તેમને મળવા હરિભક્તો ઊમટી પડ્યા હતા. જેમાં આણંદ, બદલપુર, ભાદરણ, બામણગામ, વસો, કરમસદ સહિત અનેક ગામોના હરિભક્તોનો સમાવેશ થાય છે.

 

આણંદના હરિભક્તોનો આણંદમાં સૌ પ્રથમ મંદિર બને તેવો ખાસ આગ્રહ હતો. પરંતુ શાસ્ત્રીજી મહારાજે બધાને સમજાવીને કહ્યું હતું કે, તમારી વાત સાચી છે. આપણે સૌ પ્રથમ મંદિર બનાવવું પડશે. પરંતુ આ મંદિર તો બોચાસણ ગામમાં જ બનાવવાનું છે. ત્યારે હરિભક્તોએ પૂછલેા પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે આપેલું વચન પાળવા માટે આપણે બોચાસણની પસંદગી કરી છે.

 

ભગવાન સ્વામિનારાયણે આપેલું વચન અને બોચાસણ સાથેના નાતા અંગેનો રસપ્રદ ઇતિહાસ છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરી રહ્યા હતા ત્યારે તેઓ આણંદ જિલ્લાના તે વખતના સાવ નાના એવા બોચાસણ ગામમાં આવી પહોંચ્યા હતા. ત્યાં હરિભક્તો સાથે મિલન થયું હતું. ત્યાંથી વિદાય લઇને આગળ જવાની તૈયારી કરી રહ્યાં હતા ત્યારે બોચાસણ ગામના હરિભક્ત કાશીદાસ પટેલ (મોટા)એ તેમને ગામમાં અહીં રોકાઇ જવાનો ખૂબ ભાવાગ્રહ કર્યો હતો. ત્યારે ભગવાને વિદાય લેતા પૂર્વે હરિભક્તને વચન આપ્યું હતું કે, અમે અમારા ભક્તો સહિત કાયમ માટે અહીં રહીશું. ત્યારબાદ ભગવાન ત્યાંથી વિદાય થયા હતા. 

 

આ ઐતિહાસિક પ્રસંગ શાસ્ત્રીજી મહારાજને ખબર હતો. આથી તેમણે ભગવાનને આપેલું વચન સંતે પાળી બતાવ્યું હતું. તેમણે બોચાસણ જઇને અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંતના આધારે બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી હતી. સૌ પ્રથમ મંદિર બનાવીને અહીં વડુમથક બનાવા માટેનું શિલારોપણ કર્યું હતું.


ગામમાં મંદિર નિર્માણકાર્ય દરમિયાન સોનાનો ચરુ (લક્ષ્મીનો ચરુ) નીકળ્યો હતો. શાસ્ત્રીજી મહારાજને બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જે જગ્યાએથી ચરુ નીકળ્યો છે ત્યાં જ પાછો દાટી દો. કોઇએ તેમાંથી કશી વસ્તુને પણ હાથ લગાવ્યો નહતો. ચરુવાળી જગ્યા પર ભગવાન લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની સ્થાપના કરી હતી. આ સ્થાપના પાછળ તેમનો શુભભાવ હતો કે, લક્ષ્મીના ચરુ પર ભગવાન લક્ષ્મીનારાયણદેવ બિરાજમાન હોય તો પછી અમારા હરિભક્તો લક્ષ્મીવાન બને. એટલે કે બધા ભક્તો ખૂબ જ સુખી થશે. તેમને કોઇ દિવસ લક્ષ્મીની તકલીફ નહીં રહે. ભગવાનની કૃપા સતત તેમની પર વરસતી રહેશે.

 

આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી જુઓ વધુ તસવીરો

અન્ય સમાચારો પણ છે...