ખંભાતમાં કાણીસા પાટીયાએ કાર પલટી, ભમ્મરીયું મધ ઉડ્યું : ચાલકનો બચાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કાર ઝાડ સાથે અથડાતા ભમ્મરીયું મધ ઉડ્યું)
 
 
ખંભાત: ખંભાત-ધર્મજ રોડ ઉપર કાણીસા પાટિયા પાસે ખંભાતના એક યુવાનને સોમવારે બપોરે અકસ્માત નડ્યો હતો. જેમાં તેની કાર એક ઝાડ સાથે અથડાયા બાદ કાર લોક થઈ ગઈ હતી. વધુમાં ઝાડ પરનું ભમ્મરીયું મધ ઉડતા આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. પરંતુ સ્થાનિક રહીશોએ ચાલકને કારમાંથી બહાર કાઢવા જતાં કેટલાંક લોકોને મધમાખી કરડી પણ હતી.
 
કાર અથડાઈ હતી તે ઝાડ પરથી ભમ્મરીયું મધ ઉડ્યું 
 
આ અંગે વાત કરતા સ્થાનિક જીગ્નેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, ખંભાતથી વડોદરા તરફ જઈ રહેલા ખંભાતના હિતેશભાઈ પટેલે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર એકાએક પોપટપુરાથી કાણીસા વચ્ચે પલટી ખાઈ ગઈ હતી. કાર પલ્ટી ખાતા અમે તુરંત અમારી કારમાંથી નીચે ઉતરી અકસ્માત થયેલી પાસે પહોંચ્યા હતા.જોકે, એ જ સમયે જે ઝાડ સાથે કાર અથડાઈ હતી તે ઝાડ પરથી ભમ્મરીયું મધ ઉડ્યું હતું. જેને પગલે હિતેશભાઈને કારમાંથી બહાર કાઢવા મુશ્કેલ થઈ પડ્યું હતું.
 
ગાડી અંદરથી લોક થઇ હોઈ વાહનચાલક પણ ફસાયો 
 
જોકે, પાસે ખેતરમાં રહેતા યુવકે ચાદર ઓઢી ગાડીનું લોક ખોલવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડી અંદરથી લોક થઇ હોઈ એમજ વાહનચાલક પણ ફસાયો હોઈ સ્થિતિ વિકટ બની હતી. બનાવમાં અન્ય સ્થાનિક રહીશોની પણ મદદ લઈ ચાલકને ચાલકને બહાર કાઢ્યો હતો.જોકે, આ સમયે મધને કારણે કેટલાંકને મધમાખીએ ડંખ માર્યા હતા. જેથી તમામ લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
અન્ય સમાચારો પણ છે...