તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એશિયન યોગ ચેમ્પિયનશીપમાં કરમસદ ગર્લે ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: એમેચર એશિયન યોગ સ્પોર્ટસ ફેડરેશન દ્વારા આયોજિત સાતમી એમેચર એશિયન યોગ સ્પોર્ટસ-2016માં પેટલાદની અને હાલ કરમસદ ખાતે રહેતી જલ્પા કાછીયા આર્ટીસ્ટીક સીંગલ અને પેરમાં ભાગ લઇ 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત તથા આણંદનું ગૌરવ વધાર્યુ છે. આ ઉપરાંત તેની બહેને જીમીશા કાછીયાએ પણ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.
એશિયન યોગ ચેમ્પિયનશીપમાં જલ્પા કાછીયાને ત્રણ ગોલ્ડ મેડલ

થાઇલેન્ડના પતાયા ખાતે યોજાયેલી સાતમી એમેચર એશિયલ યોગ સ્પોર્ટસ-2016માં પેટલાદની જલ્પા કાછીયા અને તેની બહેન જીમીશા કાછીયાએ ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કરી ભવ્ય સફળતા મેળવી છે. આ સ્પર્ધામાં એશિયાના વિવિધ દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જલ્પા કાછીયાએ આર્ટીસ્ટીક પેર, આર્ટીસ્ટીક યોગ કોમ્પિટીશન તથા વ્યક્તિગત યોગ કોમ્પિટીશનમાં ભાગ લઇ ત્રણેય-ત્રણમાં ગોલ્ડ મેડલ મેળવીને ભવ્ય સફળતા પ્રાપ્ત થઇ હતી.

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં 35થી વધુ મેડલ મેળવ્યા

જલ્પા કાછીયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં પાંચ ગોલ્ડ મેડલ, સાત સીલ્વર મેડલ, ત્રણ બ્રોન્ચ સહિત 35થી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે. તથા 22 ઉપરાંત ચેમ્પિયનશીપ ટ્રોફીઓ પ્રાપ્ત કરી દેશ- ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, માતાએ બંને દીકરીઓને મહેનત-મજુરી કરી તથા લોકોના ઘરકામ કરી ઉછેરી, સરકારી નોકરીની માગ, થાઇલેન્ડ જવાના નાણાં પણ ન હતા
અન્ય સમાચારો પણ છે...