તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજ: આ ખેડૂતે ઓર્ગેનીક ખાતરથી ઉગાડ્યું 1 કિલોનું જામફળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ: કપડવંજ તાલુકાના કાપડીની વાવના કૃષિઋષી ફળફળાદીમાં ઓર્ગેનીક ખાતર વાપરી ઉત્પાદનમાં વધારો કર્યો છે. જામફળની ખેતીમાં એક 1 કિલોનું હોય છે. આ અંગે ખેડૂત તુષારભાઈ એ પટેલના જણાવ્યુ હતું. ઠાસરા તાલુકાના નેસ ગામે આવેલ ખેડૂતે 13 વિઘા જમીનમાં ઓર્ગેનીક ખાતરથી 3 વિઘામાં જામફળ, 3 વિઘામાં એપલ બોર અને 7 વિઘામાં કેસર આંબા, લંગડો, રાજાપુરી, દશેરી, આમ્રપાલી, તોતાપુરી, આંબાઓ, સીતાફળ, સરગવો, સીડ લેશ લીંબુનું વાવેતર કરેલ છે.
એક જામફળ 1 કિલોના વજનનું થયુ હતું
દરેક ફળાઉ વૃક્ષોને ઓર્ગેનીક પદ્ધતિથી ખેતી કરીએ છીએ. આ ફળોમાં મીઠાશ વધારે રહેલી હોય છે. જામફળમાં વિઘે એક લાખનું ઉત્પાદન મળે છે. એપલ બોરમાં વિઘે 85 થી 90 હજારનું ઉત્પાદન મળે છે. આમ, ઓર્ગેનીક પદ્ધતિથી વાવેતર કરેલ જામફળમાં એક જામફળ 1 કિલોના વજનનું થયુ હતું. તેનો સ્વાદ પણ મધુર હોય છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...