તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજની માતા-પુત્રીને રોડ સેફ્ટી સંશોધન માટે ગડકરીના હસ્તે એવોર્ડ એનાયત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ: કપડવંજના છોટાલાલ શંકરલાલ શર્મા (આંતરસુબાવાળા)ની પુત્રી શકુંતલાબેન પંડ્યા અને તેમની પુત્રી સૌમ્યા પંડ્યાને તાજેતરમાં નવી દિલ્હી ખાતે રોડ સેફ્ટી માટે સંશોધન કરવા બદલ બદલ ભારતીય રાષ્ટ્રિય રાજમાર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મંત્રી નીતિન ગડકરીને માતા અને પુત્રીને એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. 
 
શકુંતલાબેન પંડ્યા અને તેમની પુત્રી સૌમ્યા પંડ્યા જે વેટ બ્રશ આર્ટસ નામની સંસ્થા ચલાવે છે
 
અમદાવાદ શુકુન ઈન્ટરનેશનલ સંસ્થા ચલાવતા શકુંતલાબેન પંડ્યા અને તેમની પુત્રી સૌમ્યા પંડ્યા જે વેટ બ્રશ આર્ટસ નામની સંસ્થા ચલાવે છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર એક્સીડન્ટ ઝોન ઝીબ્રા ક્રોસીંગ ઉપર સૌમાન્ય પંડ્યા ઠક્કર તેમજ માતા શકુંતલાબેન પંડ્યા એમ માતા અને પુત્રીની જોડીએ થ્રીડી પેઈન્ટીંગ કરાયુ હતું. જેના કારણે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
 
સૌમ્યા પંડ્યા અને શકુંતલા પંડ્યાને રિસર્ચ કરવા માટે આમંત્રિત કરાયા હતા
 
આ થ્રીડી પેઈન્ટીંગની નોંધ કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતીન ગડકરીએ રીસર્ચ સેન્ટર (ન્યુ દિલ્હી)  લેવાઇ હતી. તેમજ તેઓને  સૌમ્યા પંડ્યા અને શકુંતલા પંડ્યાને રિસર્ચ કરવા માટે આમંત્રિત કરાયા હતા. જેનું થ્રીડી પેઈન્ટીંગ દિલ્હી ખાતે રિસર્ચ કરી આ બન્ને માતા-પુત્રીને ભારતીય રાષ્ટ્રિય રાજમાર્ગ પ્રાથમિકરણ સડક સુરક્ષામાં ઉત્તમ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો