તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર સામે રોષ: નોટબંધીના વિરોધમાં જોળ ગામે સ્વયંભૂ બંધ પાળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદ તાલુકાના જોળ ગામે નોટનાબૂદી બાદ નાણાંકીય ખેંચ વર્તાતા સમગ્ર ગામ મુશ્કેલીમાં મુકાઇ ગયું છે. ગામના લોકો પશુપાલનનો વ્યવસાય પર નભે છે. પરંતુ છેલ્લા 20 દિવસથી દૂધ મંડળી દ્વારા નાણાં ન ચૂકવતાં નાણાંકીય સંકટ ઉભુ થયું છે. ગ્રામજનોને જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ વેપારીઓ દ્વારા ઉધાર આપવામાં આવતી હતી. વેપારીઓ શાખ પર ઉધાર માલ આપતાં હતા. પરંતુ તેઓની પાસે માલ લાવવાની પૈસા ન રહેતાં ઉધાર આપવાનું બંધ કરી દીધું છે. અને દુકાનોમાં પુરતો માલ ન હોવાથી મંગળવારે વેપારી સહિત ગ્રામજનોએ બંધ પાળીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે.
જોળ ગામે 350 જેટલા પરિવારો પશુપાલન પર જ નભે છે
જોળ ગામે 500થીવધુ પરિવારો રહે છે. 8 હજારની વસ્તી ધરાવે છે. જેમાં 350 જેટલા પરિવારો પશુપાલન પર જ નભે છે. ત્યારે બાકીના પરિવારો છુટક મજુરી અને ખેતીકામ કરીને જીવન ગુજરાન ચલાવે છે. 500-1000ની નોટ રદ થયા બાદ બેંકો દ્વારા નક્કી કરેલી રકમો આપવામાં આવે છે. હાલ 20 હજાર સુધી કેશ અઠવાડિયામાં એકવાર આપવામાં આવે છે. જેથી ગામની દૂધ મંડળી દ્વારા અગાઉના નાણાં નિયમિત ચૂકવાતા હતા. પરંતુ છેલ્લા 20 દિવસથી નાણાં ચૂકવવામાં આવતા નથી.
20 દિવસથી પશુપાલકોને દૂધના નાણાં મળ્યા નથી
દૂધ મંડળી દ્વારા સભાસદોના ખાતા ખોલાવી બેંકમાં જ નાણાં જમા કરવાનું નક્કી કરેલ છે. પરંતુ ગામમાં 350 સભાસદોના ગામમાં આવેલ એક બેંકમાં ખાતા ખોલાવવાનું ચાલુ છે. જેના કારણે છેલ્લા 20 દિવસથી પશુપાલકોને દૂધના નાણાં મળ્યા નથી. તેથી તેઓને પોતાનું ઘર ચલાવવા માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે નાણાં પણ તેમની રહ્યા નથી. ગામમાં આવેલ દુકાનદારો દ્વારા 20 દિવસ ગ્રામજનોને ઉધારમાં ચીજવસ્તુ આપવામાં આવતી નથી.

આગળની સ્લાઇડમાં વાંચો,20 દિવસથી નાણાંની સમસ્યા સર્જાઇ...
અન્ય સમાચારો પણ છે...