આણંદ બેઠક ઉપર વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર-ક્ષત્રિયનો વર્ચસ્વ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદઃ આણંદ બેઠક પર 1962થી અત્યાર સુધી ચૂંટણી-પેટા ચૂંટણી સહિત 14 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી.જેમાં અત્યાર સુધીમાં  7 વખત ક્ષત્રિય અને 8 વખત પાટીદાર ઉમેદવાર ચૂંટાયા છે.જેમાં છેલ્લી 6 ટર્મથી માત્ર પટેલ ઉમેદવારો ચૂંટાઇ આવ્યા છે.જયારે1967થી1958 સુધી ક્ષત્રિય ઉમેદવાર ચૂંટાઇ આવ્યા હતા.   આણંદ બેઠક પર 1962માં સ્વતંત્રપક્ષના ઉમેદવારોનો વિજય થયો હતો.
 
જયારે ત્યારબાદ 1985 સુધી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા.જયારે 1990માં જનતાદળના ઉમેદવારનો ‌િવજય થયો હતો.1995થી2014 સુધી ભાજપના પટેલ  ઉમેદવારનો વિજય થયો હતો. આણંદ વિધાનસભા બેઠક પર  કુલ 281047મતદારો  છે. જેમાં પાટીદાર અને સુર્વણ મતદારોની 55500થી વધુ છે.જયારે ક્ષત્રિય મતદારો 67600થી વધુ છે.જેનાકારણે કેટલાક સમયથી આ બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ વધુ જોવા મળે છે.
અન્ય સમાચારો પણ છે...