તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહીવટીતંત્ર દ્ગારા દબાણકારોને તમાચો, નોટિસ ન ગણકારી તો તંત્રે 47 ‘મકાન’ તોડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદ-વિદ્યાનગર એપીસીથી મોગરીને જોડતા ડેડ કેનાલ પર તંત્ર દ્વારા નવો રોડ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રસ્તામાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં દબાણકારોએ દબાણ દૂર ન કરતાં આખરે તંત્રએ કરમસદ પાલિકાની મદદ લઇ પોલીસ કાફલા સાથે અરૂણોદય સોસાયટી પાસે પહોંચી જઇ સવારે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતાં દબાણકારોમાં ફફળાટ વ્યાપી ગયો હતો. જેને લઇ ભારે હોહા મચી ગયો હતો.
 
બાકરોલ ટી પોઇન્ટ મોગરી સુધીની ડેડ કેનાલ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવો ફોર લેન માર્ગ 4 કરોડના ઉપરાંતના ખર્ચે તૈયારનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં બાકરોલ ટી પોઇન્ટથી એપીસી સુધીનો માર્ગ તૈયાર થઇ ગયો છે. જ્યારે એપીસીથી સોજિત્રા રોડ અને મોગરી સુધીમાં ડેડ કેનાલ પર ગેરકાયદે કરેલ દબાણો દૂર કરવા માટે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર દ્વારા એલીકોનની પાછળના ભાગે અરૂણોદય સોસાયટી નજીક ડેડ કેનાલ પર વર્ષોથી 50થી વધુ કુટુંબો ગેરકાયદે દબાણ કરી પાકા મકાન બનાવીને રહેતા હતા. 
 
વહીવટીતંત્ર અને પોલીસની મદદથી દબાણ દૂર કરાયો
 
જિલ્લા કલેકટર દ્વારા તમામ દબાણકારોને નોટિસ પાઠવીને 15 દિવસ જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. તેમ છતાં દબાણકારો દ્વારા દબાણ હટાવવામાં આવ્યા ન હતા. આખરે જિલ્લા વહીવટીતંત્ર કરમસદ પાલિકાને દબાણ ટીમ તથા આણંદ-વિદ્યાનગર પોલીસને સાથે રાખીને સોમવારના રોજ સવારે અરૂણોદય સોસાયટી પાસે પહોંચી જઇ જેસીબી મશીનથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.જેના કારણે દબાણકારોમાં ફફળાટ વ્યાપી ગયો હતો. અને પોતાનો માલ-સામાન ઘરમાંથી કાઢી લેવા ભાગદોડ કરતાં જોવા મળ્યા હતા. અગામી દિવસોમાં આ માર્ગ પર આવેલા અન્ય દબાણો પણ દૂર કરવામાં આવશે.
 
અરૂણોદય સોસાયટી પાસે ગેરકાયદે બાંધકામ કરી 50થી વધુ પરિવારો રહેતા હતા,  આ અંગે વધુ જાણવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો
અન્ય સમાચારો પણ છે...