તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિએ પીઠાઇ મેળામાં જવાની ના પાડતાં મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
નડિયાદ:કઠલાલ ખાતે રહેતી અને મધ્યાહન ભોજન યોજનામાં હેલ્પર તરીકે કામ કરતી પરિણીતાને તેના પતિએ પીઠાઇ મેળામાં જવાની ના પાડતાં તેણીને મનમાં લાગી આવતાં ગળાફાંસો ખાઇ જીંદગીનો અંત આણ્યો હતો. આ સંદર્ભે કઠલાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.કઠલાલ ખાતે રહેતા પ્રકાશભાઇ નટવરભાઇ ચૌહાણ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ છુટક કડીયાકામ કરી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે.
રીટાબેનને સંતાનમાં બે દિકરા છે
તેમના પત્ની રીટાબેન (ઉ.વ.31) છેલ્લા ત્રણ માસથી કઠલાલ કન્યાશાળામાં મધ્યાહન ભોજન યોજનામાં હેલ્પર તરીકે કામ કરતા હતા. રીટાબેને ધરોઆઠમના દિવસે પતિ પ્રકાશભાઇને પીઠાઇ મેળામાં જવાનું કહેતા તેઓએ મેળામાં જવાની ના પાડી હતી. જેથી રીટાબેનને મનમાં લાગી આવતા બપોરના સમયે પોતાના ઘરે પાઇપ ઉપર દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ જીંદગીનો અંત આણ્યો હતો. આ બનાવની જાણ ઘરના સભ્યોને થતાં તાત્કાલીક કઠલાલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે લાશને નીચે ઉતારી ઇન્કવેસ્ટ ભરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. મરણ જનાર રીટાબેનને સંતાનમાં બે દિકરા છે. આ સંદર્ભે પ્રકાશભાઇ ચૌહાણની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પેટલાદની પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો
આણંદ .પેટલાદ શહેરની ચામુંડા સોસાયટીમાં રહેતી 38 વર્ષની પરિણીતાએ ઝેરી દવા જીવન ટુંકાવ્યું હતું. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ફરિયાદ નોંધાઇ છે.પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, પેટલાદ કોલેજ રોડ પર ચામુંડા સોસાયટીમાં કમલેશભાઇ પ્રભાતભાઈ રબારી રહે છે. શનિવારના રોજ બપોરના 3 વાગ્યાના અરસામાં કમલેશભાઈની પત્ની અન્નુબેને (ઉ.વ.38) કોઇ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેઓની તબિયત લથડતાં તાત્કાલિક સારવાર આપવા માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં મોતને ભેટ્યા હતા. આ અંગે કમલેશભાઈ પ્રભાતભાઈ રબારી પેટલાદ રૂરલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો