તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Gujrat Election: આણંદ બેઠક પર ઉમેદવારી માટે કાંતિ પરમારને કોંગ્રેસનો કોલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ: પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકી પોતાના ગઢમાં છેલ્લા 22 વર્ષથી આણંદ બેઠક કોંગ્રેસને અપાવવામાં નિષ્ફળ રહ્યા છે. ત્યારે આ વખતે ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ સમાન બની ગયેલી આણંદ બેઠક  મેળવવા માટે પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસી કાર્યકરો એડીચોડીનું જોર લગાવ્યું હતું.જેના કારણે કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત કરવામાં ખચકાટ અનુભવી રહ્યું હતું.


સત્તાવાર જાહેરાત બાકી 


આખરે ક્ષત્રિય સમાજના મતદારોનું વર્ચસ્વ ધરાવતી બેઠક પર પ્રદેશ મોવડી મંડળે રવિવારના રોજ ફોન કરીને કાંતિ સોઢા પરમારને ઉમેદવારી પત્ર ભરવાની જાણ કરતાં
કાંતિભાઇના સમર્થકોમાં આનંદ વ્યાપી ગયો હતો. જો કે રાત સુધી તેમના નામની સત્તાવાર જાહેરાત કરાઇ નહતી. આણંદ બેઠક પર શનિવાર મોડી સાંજ સુધી અન્ય ઉમેદવારનું નામ બોલાતું હતું. જેથી કોંગ્રેસી કાર્યકરોએ ગાંધીનગર જઇને કાંતિ સોઢા પરમારને ટીકીટ આપવાની રજૂઆત કરી હતી.


સવારે ઉમેદવારી પત્ર ભરશે


આખરે કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી વિચારવિમર્શ કર્યા બાદ આખરે સતત ચોથી વખત કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કાંતિ સોઢા પરમાને ઉમેદવારી પત્ર ભરવા જાણ કરી હોવાનું કહેવાય છે. કાંતિભાઇ સોઢા પરમાર છેલ્લા 6 વર્ષથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે.તેમજ તાલુકા પંચાયત આણંદના પ્રમુખ રહી ચૂકયા છે. તેમજ ગામમાં સરપંચ પદે પણ સેવા આપી ચૂકયા છે. કાંતિ સોઢા પરમારે જણાવ્યું હતું કે,  તા 27મીના રોજ ઉમેદવારી પત્ર ભરવા જશે. તેઓ સવારે 9.30 કલાકે વલાસણ મેલડી માતાજીના મંદિરે દર્શન કરશે બાદ પોતાના ટેકેદારો અને કાર્યકરો સાથે રેલીસ્વરૂપે કરમસદ,વિદ્યાનગર થઇ લોટીયા ભાગોળ ભાથીજીના મંદિર દર્શન કરીને ગામડી વડ સ્ટેશન રોડ અમૂલ ડેરી રોડ થઇને કલેકટર કચેરી પહોંચશે અને ઉમેદવારી પત્ર ભરશે.

અન્ય સમાચારો પણ છે...