તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચરોતર રંગાયું શ્રીજીના રંગે: ગૌરીનંદનના દર્શન કરવા ઉમટ્યા શ્રદ્ધાળુઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ:ગૌરીનંદન શિવપુત્ર એક દંતેશ્વરાય એવા ગણેશજીની વિવિધ મુદ્રાઓ ચરોતરના પંડાલોમાં છેલ્લા સાત દિવસથી સાનિધ્ય માણી રહ્યા છે. અબાલ-વૃદ્ધ સૌ કોઇ દાદાના આરાધનામાં લીન જોવા મળે છે. તેને કારણે આણંદ-ખેડા જિલ્લો શ્રીજીના રંગે રંગાયેલો જોવા મળે છે. સાથેસાથે આણંદ-નડિયાદ અને મહેમદાવાદ સુધી ગામે ગામે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરોમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ સવાર-સાંજ ઉમટી પડે છે.
રાત પડતાં માનવ-મહેરામણ દર્શનાર્થીઓ ઉમટી પડે છે
અને ગણેશજીને રિઝવવા માટે સ્તુતિ-પાઠ કરીને ધન્યતા અનુભવે છે. આણંદ શહેરના વહેરાઇમાતા વિસ્તારમાં, ચોપાટા વિસ્તારમાં, વિદ્યાનગર રોડ વગેરે માર્ગો પર રાત પડતાં માનવ-મહેરામણ દર્શનાર્થીઓ ઉમટી પડે છે. જ્યાં જુઓ ત્યાં સૌકોઇ દાદાના સ્વરૂપોની પૂજા-અર્ચના કરે છે. ત્યારે કેટલાક પરિવારો પોતાના ઘરમાં પ્રસ્થાપિત કરેલા ગણેશજીને સાતમા દિવસે સન્માનભેર વિદાય આપી હતી. નડિયાદમાં પણ ઠેર-ઠેર ગણેશજીના પંડાલોમાં સત્યનારાયણની કથા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો