HSRPની બ્લેક ફોઇલ ખરાબ થઇ હશે તો ફ્રીમાં બદલી અપાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઓનલાઇન એપોઇમેન્ટ લઇને વાહનચાલક પોતાના વાહનની હાઇસિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ સુધરાવી શકશે
આણંદ:આણંદ આરટીઓ વિભાગ દ્વારા વાહન ચાલકોને હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (એચએસઆરપી) લગાડી આપવામાં આવી રહી છે. આ નંબર પ્લેટ ઉપર લગાડવામાં આવેલાં નંબરનો બ્લેક ફોઇલ (બ્લેક કલર) કોઇ કારણોસર નીકળી ગયો હશે અને નંબર પ્લેટ ખરાબ થઇ ગઇ હશે તો ફ્રીમાં લગાડી આપવામાં આવશે, તેમ આરટીઓ ઇન્સ્પેક્ટર એમ.બી.પરમારે જણાવ્યું હતું.
આ અંગેની વધુ માહિતી આપતાં આરટીઓ ઇન્સ્પેક્ટર એમ.બી.પરમારે જણાવ્યું હતું કે, હાલમાં આતંકવાદી પ્રવૃત્તિ તેમજ ચોરીના બનાવો વધી ગયાં છે. આવા સમયે વાહનોનો ઉપયોગ થાય છે. આવા વાહનો ઉપર નંબરની કોઇ ચોક્કસ વિગતો ન હોવાને કારણે વાહનોની ચકાસણી યોગ્ય રીતે થઇ શકતી નથી, જેથી ગુનાખોરીનું પ્રમાણ ડામવા માટે આરટીઓ વિભાગ દ્વારા હાઇ િસક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ અમલી બનાવી છે.
આણંદ જિલ્લામાં પણ પંચાણુ હજાર જેટલાં વાહનોમાં આ કામગીરીને પૂર્ણ કરી લેવામાં આવી છે. જોકે, કેટલાક વાહનોમાં આ નંબર પ્લેટ ઉપર લગાડવામાં નંબરની બ્લેક ફોઇલ કોઇ કારણોસર ખરાબ થઇ ગઇ છે. તેવાં કિસ્સાઓ ધ્યાનમાં આવ્યાં છે. આવાં વાહનોના માલિકોએ પોતાના વાહનોની નંબર પ્લેટ ઉપર નીકળી ગયેલી આ બ્લેક ફોઇલ લગાડવા માટે હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટના કાઉન્ટરનો સંપર્ક કરવાનો રહેશે, જેથી તેઓને આ બ્લેક ફોઇલ ફ્રીમાં નાખી આપવામાં આવશે.’

કેવી રીતે નંબર પ્લેટ પર બ્લેક ફોઇલ બદલાવી શકાશે
આ કામગીરી માટે વેબસાઇટ www.hsrpgujarat.com પર જઇને અપોઇમેન્ટમેન્ટ ફોર એચએસઆરપી ફીટમેન્ટમાં જ અન્ય સર્વિસ સંબંધિત અપોઇમેન્ટમાં જવાનું રહેશે, જેમાં સંબંધિત આરટીઓ કચેરી સિલેક્ટ કરી વાહનનો રજિસ્ટ્રેશન નંબર લખી દિવસ તથા સમય પસંદ કરવાનો રહેશે. જાહેર રજા અને રવિવાર તથા તહેવારના દિવસે રજા રહેશે.
અન્ય કારણથી ખરાબ પ્લેટ ફ્રીમાં બદલી નહીં અપાય

ફકત બ્લેક ફોઇલના કારણે થયેલી ખરાબી વાળી પ્લેટનેજ નવીન બ્લેક ફોઇલ લગાડી આપવામાં આવશે. આ સિવાયના કોઇ કારણોસર ખરાબ થયેલ નંબર પ્લેટ બદલવામાં આવશે નહીં, તેમ આરટીઓ ઇસ્પેક્ટરે જણાવ્યું હતું.

શું ફાયદો થશે ?

હાઇ સિક્યુરિટી નંબર પ્લેટનો આશય વાહનોની સલામતી માટે છે. હાલમાં એચઆરપી પ્લેટ લગાડવામાં આવી છે. તે પ્લેટમાં બ્લેક ફોઇલ (બ્લેક કલર) ગઇ હોય તો તેઓને વાહનોની ચકાસણી દરમિયાન આરટીઓ કે પોલીસના કર્મચારી અટકાવી શકે છે અને દંડ પણ વસૂલી શકે છે. જેથી આ નંબર પ્લેટ ઉપરની બ્લેક ફોઇલને દુરસ્ત કરાવી લેવી જોઇએ, જેથી વાહનચાલકોને આવી હેરાનગતિનો સામનો કરવો ન પડે.
95 હજાર પ્લેટ બદલી
આણંદ આરટીઓ વિભાગ દ્વારા જિલ્લામાં અત્યાર સુધીમાં 95,000 જેટલા વાહનોમાં આ નંબર પ્લેટ ફીટ કરવામાં આવી છે. હજુ પણ પંદર હજાર જેટલાં વાહનોમાં આ નંબર પ્લેટ લગાડવાની બાકી છે. વાહનચાલકો એક યા બીજા કારણોસર આ નંબર પ્લેટ લગાડવા માટે આવ્યાં નથી, જેથી બાકી રહી છે.’ - એમ.બી.પરમાર, આરટીઓ ઇન્સ્પેક્ટર, આણંદ.
અન્ય સમાચારો પણ છે...