આણંદ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેરી-રસના કોલા પર ત્રાટકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: આણંદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સડેલી કેરીના રસનો નાશ કર્યો હતો.)
-સડેલી કેરી, શેરડીનો રસ, વાસી ફળો અને મેંગો મિલ્ક સેકનો નાશ કરાયો શંકાસ્પદ જણાતા આઈસ્ક્રિમ ને ઠંડા પીણાના નમૂના પરિક્ષણઅર્થે મોકલાયા
આણંદ:આણંદ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને સડેલી કેરી, શેરડીનો રસ, વાસી ફળો અને મેંગો મિલ્ક શેકનો નાસ કર્યો હતો. તેમજ આઈસ્ક્રિમ અને ઠંડા પીણાના શંકાસ્પદ જણાતા 18 જેટલા નમૂના તપાસ અર્થે લબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિ.કમિશનર જે.બી.પરમારે જણાવ્યું હતું.
આ અંગેની વધુ વિગતો આપતાં આણંદના ફૂડ વિભાગના અધિકારી વાય.એમ.સોનીએ જણાવ્યું હતું કે, આણંદ શહેરમાં ઉનાળાના પ્રારંભ થતાંની સાથે જ કોલાવાળા તેમજ શેરડીના રસવાળાઓ તંબુ લગાવીને પોતાનો ધંધો શરૂ કરતાં હોય છે. આવા કોલાઓ પર વેચાતો કેરીનો રસ અને શેરડીનો રસ આરોગ્યપ્રદ છે કે નહી તેની ચકાસણી કરવા માટે આણંદ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને શહેરમાં આવેલા આવા કોલાવાલાઓ તેમજ મેંગો મિલ્ક શેક વેચતા ડેરી અને પાર્લર પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા.
આ દરોડામાં સડી ગયેલી અને શંકાસ્પદ જણાતા મંગો મિલ્ક શેકને સ્થળ ઉપર જ નાશ કરાયા હતા. આમ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાડેલા દરોડાને કારણે ભેળસેળ કરતાં વેપારીઓમાં ફફળાટની લાગણી વ્યાપી ગઇ છે. આગામી દિવસોમાં પણ જિલ્લામાં આવેલા અન્ય તાલુકા મથકોએ પણ ચકાસણીની કામગીરી કરવામાં આવશે. તેમ પણ તેઓએ જણાવ્યું હતું.
આણંદમાં 133 કિલો કેરીનો નાશ કરાયો
આણંદ શાક માર્કેટમાં આવેલ ફ્રૂટની દુકાનોમાં વેચાતા ફળની ચકાસણી પણ કરવામાં આવી હતી. સામાન્ય રીતે કેરીને પકવવા માટે વેપારીઓ કાર્બાઇડનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રકારની કેરી આરોગ્ય માટે હાનિકારક છે. આ પાસાઓને ધ્યાનમાં લઇને 23થી વધુ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સડી ગયેલી 133 કિલો કેરીનો નાશ કર્યો હતો.
શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં મોકલી અપાયાં
જિલ્લામાં જુદા જુદા સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં આઇસ્ક્રીમ અને ઠંડા પીણાના 18 નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓમાં શંકાસ્પદ જણાતા તેના પરિક્ષણ કરવા માટે ભૂજની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...