તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદના અમીન ઓટો પાસે મારૂતિવાન ભડભડ સળગી, કોઈ જાનહાની નહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદઃ આણંદના અમીન ઓટો સ્થિત ફાટક પાસે મંગળવારે સવારે મારૂતિવાનમાં આગ લાગતાં અફડાતફડી મચી ગઈ હતી. આ બનાવ અંગેની જાણ આણંદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવી

બાકરોલના રહેવાસી માનવેન્દ્ર ભૂપેન્દ્રસિંહ શર્મા એ સ્કૂલ વર્ધી ચલાવવાનું કામ કરે છે. મંગળ‌વારે સવારે સાડા આઠ કલાકે તેમની મારૂતિવાનમાંથી પેટ્રોલલિકેજ થતું હોય તેઓ આણંદના અમીન ઓટો પાસે આવેલા એક ગેરેજમાં કાર બતાવવા માટે જતા હતા. દરમિયાન એ સમયે અચાનક કારમાંથી ધુમાડો નીકળતાં તેઓ કારમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, બીજી તરફ કારમાં સ્પાર્ક થઈ કાર ભડભડ સળગવા લાગી હતી.
બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં હાશકારો
આ બનાવે પગલે લોકોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા. બનાવ અંગેની જાણ આણંદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ બુઝાવી હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આણંદ શહેર પોલીસે આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...