તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી પરિણામ: નડિયાદમાં ભાજપે, ગળતેશ્વર તા.પં વસો બેઠક કોંગેસે જાળવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ:ખેડા જિલ્લામાં તા. 27 નવેમ્બરના રોજ રવિવારે ત્રણ સ્થળોએ યોજાયેલી પેટાચૂંટણીની મંગળવારે મતગણતરી હાથ ધરાઇ હતી જેમાં નડિયાદ નગરપાલિકાના વોર્ડ નં -3 માં ચોથી બેઠક પર ભાજપનો વિજય તેમજ ગળતેશ્વર તા.પંના વસો બેઠક પર કોગ્રેસનો વિજય થયો હતો. જયારે માતર તા.પંના આંત્રોલી બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી હતી. ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારને વિજય ઘોષિત કરાતાં તેમના ટેકેદારો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. તેમજ વિજેતાના વિજયી સરઘસ નીકળ્યા હતા.
54.71 ટકા મતદાન નોંધાયું હતું
મતગણતરી અને વિજયીસરઘસ શાંતિ પૂર્ણરીતે સંપન્ન થતાં વહીવટી તથા પોલીસતંત્રએ રાહત અનુભવી હતી. નડિયાદ નગરપાલિકા વોર્ડ નં -3 ચોથી બેઠકની પેટા ચૂંટણી રવિવારે પાંચ ઉમેદવાર વચ્ચે યોજાઇ હતી. જેમાં કુલ 11796 મતદારો પૈકી 6454 મતદારોએ ઇવીએમ મશીનનું બટન દબાવીમે મતાધિકાર ઉપયોગ કર્યો હતો. અને 54.71 ટકા મતદાન નોંધાયું હતું. મતદાનની મતગણતરી મંગળવારે સવારે 9 કલાકે નડિયાદ બાસુદીવાલા સ્કૂલમાં હાથ ધરાઇ હતી.
ભાજપના ઉમેદવાર અમિત રમેશભાઇ સચદેવને 5272 મત મળ્યા
જેમાં ભાજપના ઉમેદવાર અમિત રમેશભાઇ સચદેવને 5272 મત મળ્યા હતા અને કોગ્રેસના ઉમેદવાર પૂર્ણિતકુમાર નવીનચંદ્ર શાહને 301 મત, અપક્ષ ઉમેદવાર નટુભાઇ લાખાભાઇ તળપદાને 257 મત, નયન મહેન્દ્રભાઇ રાણાને 67 મત તેમજ વિલાસભાઇ ડિમ્પલભાઇ તળપદાને 433 મત મળ્યા હતા અને 124 નોટા મત હતા.ચૂંટણીઅધિકારીએ ભાજપના ઉમેદવાર અમિતભાઇ સચદેવને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.અમીતભાઈનો 4971 લીડથી વિજયી થયો હતો. તેઓને તેમના ટેકેદારોએ ફૂલહારતોરા કરીને વિજયી સરઘસ કાઢીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ભાજપે આ બેઠક જાળવી રાખી હતી .

માતરમાં 72 મતદારે ઉમેદવારોને રીજેક્ટ કર્યાં
માતર તાલુકા પંચાયત આંત્રોલી બેઠકની ચૂંટણીમાં 4203 મતદારો પૈકી 3085 મતદારોએ મતદાન કર્યું હતું અને 73.40 ટકા નોંધાયું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર કાન્તાબેન દિનેશભાઇ ઝાલાને 1333 મત અને ભાજપના ઉમેદવાર લલીતાબેન અમરસિંહ રાઠોડને 1680 મત મળ્યા હતા અને 72 નોટા મત મળ્યા હતા. લલીતાબેન 347 લીડથી વિજયી બન્યા હતા. કોંગ્રેસ પાસેથી ભાજપે આ બેઠક આંચકી લીધી હતી.
આગળની સ્લાઇડમાં વાંચો,ગળતેશ્વરમાં કોંગ્રેસને 886ની લીડ મળી...
અન્ય સમાચારો પણ છે...