તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા: ધો.12માં તૈયારી ના હોવાથી માસીના દિકરાને પરિક્ષામાં બેસાડ્યો ને ઝડપાય ગયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડા: નડિયાદ શહેરમાં ધો.10માં શુક્રવારે ડમી વિદ્યાર્થી વિજ્ઞાનની પરીક્ષા આપતો ઝડપયાના બીજા જ દિવસ શનિવારે ખેડાની  એચ.એન્ડ.ડી પારેખ હાઈસ્કૂલમાં ધો.12નું સેક્રેટરીયલ પ્રેકટીસનું પેપર આપવા આવેલો ડમી વિદ્યાર્થી સુપરવાઇઝરના હાથે રંગે હાથ ઝડપાઇ ગયો હતો. સુપરવાઇઝરે તાકિદે આચાર્યને જાણ કરી હતી. તેમજ પોલીસને પણ બોલાવતાં તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
 
ડમી વિદ્યાર્થી સ્કૂલના 3જા બ્લોકમાં પરીક્ષામાં બેઠો હતો
 
આ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધો.12 સામાન્ય પ્રવાહમાં પહેલુ પેપર હતું. એસપીસીસી (સેક્રેટરીયલ પ્રેક્ટીસ)નું પેપર સવારે 10.30 કલાકે ચાલુ થવાનુ હતું. તે દરમિયાન ખેડા જ્ઞાનનગર હાઈસ્કૂલમાં ભણતો વિદ્યાર્થી વિષ્ણુભાઈ રાવજીભાઈ ગોહેલ તેની જગ્યાએ તેના માસીના છોકરો રણજીતભાઈ મનુભાઈ ગોહેલ પરીક્ષા આપવા બેઠો હતો. આ ડમી વિદ્યાર્થી સ્કૂલના 3જા બ્લોકમાં પરીક્ષામાં બેઠો હતો. 
 
વિદ્યાર્થીને પરીક્ષા બાદ પોલીસ મથકે લઇ જવાયો હતો
 
તે દરમિયાન સુપરવાઈઝર બહેન દ્વારા તેની હોલ ટિકિટ (રીસીપ્ટ) ચેક કરતાં તેના ઉપર દર્શાવેલો ફોટા સાથે ચેડા કર્યા હોવાનું લાગતા અને તેની પર શંકા જતા સુપરવાઈઝરે આ બાબતે સ્કૂલના પ્રિન્સીપાલને જાણ કરી હતી. જેથી પ્રિન્સીપાલે આ બાબતે તપાસ કરતાં માલૂમ પડ્યુ હતું કે, આ ડમી વિદ્યાર્થી રિસીપ્ટ સાથે ચેડા કરીને બીજાની જગ્યાએ બેઠો છે. માટે આ બાબતે તેઓ દ્વારા ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી. જેથી પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓ ડિસ્ટ્રબ ના થાય તે રીતે આ વિદ્યાર્થીને પરીક્ષા બાદ પોલીસ મથકે લઇ જવાયો હતો. જયાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
તૈયારી ના હોવાથી માસીનો દિકરો બેઠો હોવાની કબૂલાત
 
ડમી વિદ્યાર્થી પકડાઇ ગયા બાદ તેને પુછતાં તેણે જણાવ્યું હતું કે, તૈયારી યોગ્ય રીતે કરી ના હોવાથી પોતાની માસીના દિકરાને પરીક્ષા આપવા માટે બેસાડ્યો હતો. આમ તેણે પોતે કરેલા કૃત્યની કબૂલાત કરી હતી. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,ડમી છાત્ર ધો.12માં બે વાર પરીક્ષા આપી પાસ થયો હતો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો