ખંભાતના ખારાપાટ વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત: ખંભાતના ખારાપાટ વિસ્તારમાં દેશી દારૂના ધૂમ વેચાણ સામે ક્ષત્રીય સેના ઉપરાંત પરા વિસ્તારના નાગરિકો લાલઘુમ થયા છે.વારંવાર ખંભાત શહેર પોલીસમાં રજૂઆત તેમજ ક્ષત્રીય સેના દ્વારા આવેદન પત્ર આપવા છતાય પોલીસને અંધારામાં રાખી દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોઈ સ્થાનિકોએ રાજ્ય કક્ષાએ રજૂઆત કરી છે.

કિશન રાજપૂતે જણાવ્યું છે કે-અમારા મીઠાપાટ વિસ્તારમાં દારૂના વેચાણને કારણે યુવાધન વેડફાઈ રહ્યું છે.દારૂની બળીને કારણે અનેક યુવકો નાશાના આદિ બન્યા છે.વારંવાર રજૂઆત પછી મોટા પ્રમાણમાં દારૂ વેચાઈ રહ્યો છે જે દુખદ બબડત છે આ અંગે અમે રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે.
 
આ અંગે ક્ષત્રીય સેનાના કન્વીનર રજનીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે-જો પોલીસ અને સ્થાનિક રાજકારણ ખંભાતમાં જુગાર અને દારૂની બદીને ડામવા પ્રયત્ન નહિ કરે તો અમે રેલી યોજીને મામલતદાર તેમજ પોલીસ વિભાગમાં આવેદન આપીશું.આવા તત્વો રાજનૈતિકોના આંચળા હેઠળ આવી પ્રવૃત્તિ કરે છે.
અન્ય સમાચારો પણ છે...