તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રમુખ સ્વામી જન્મોત્સવ: ગુરુજી નહીં ભૂલીએ આપને, હરિભક્તોનો ગગનભેદી નાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ: ચરોતરની પૂણ્ય ધરા પર આજે બ્રહ્મસ્વરુપ પ્રમુખસ્વામી મહારાજના 97મા પ્રાગટ્ય મહોત્સવ બે લાખ હરિભક્તોની ઉપસ્થિતિમાં ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રધ્ધાળુઓ ભક્તિરસમાં તરબોળ થઇ ગયા હતા અને ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજનો ગગનભેદી જયકાર કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ગુરુજી નહીં ભૂલું તમનેના થીમ પર ઉજવાયો હતો. પ્રમુખસ્વામીમાં હિમાલય જેવડુ નિર્માનીપણુ હતું તેમને કોઇના માટે મતભેદ કે મનભેદ ન હતો. તેમનામાં દંભ જરાય ન હતો. એમ મહન્ત સ્વામીએ જણાવ્યું હતું.

 

દેશ-વિદેશમાંથી 1.50 લાખ હરિભક્તો ઉમટી પડ્યા

 

મોરડ ખાતે પ્રમુખસ્વામી મહારાજની 97મી જન્મજયંતિ પ્રસંગે દેશ-વિદેશમાંથી 1.50 લાખ હરિભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે યોગીબાપા, શાસ્ત્રીજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની અનેક વાતો કહી હતી. તેમની વાણીમાં સરળતા હતી. તેમનુ આખુ જીવન સરળ હતુ઼ તે સમય ખબર ન પડે. પરંતુ પાછળથી સમજાય કે, તેઓ શુ કહેવા માંગતા હતા. તેઓ ગૃણિયલ સંત હતા. તેમના મનમાં જે હોય તે જ બોલતા હતા.  ઉલ્લેખનીય છે કે, મોરડમાં 200 એકર જમીનમાં મહોત્સવનું આયોજન કરાયું છે. હરિભકતોને તકલીફ ન પડે માટે નહેર પર એક અઠવાડિયામાં હગામી બ્રિજ તૈયાર કરાયો હતો.

 

આગળ વાંચો: પ્રમુખસ્વામી દિવ્ય પરમ તત્વ હતા : પી.એમ.નું ટ્વિટ

અન્ય સમાચારો પણ છે...