તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ: ગણેશ વિસર્જન નદી, તળાવ કે નહેરને બદલે કૃત્રિમ કુંડમાં કરવું જોઇએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ: આણંદ શહેરમાં ત્રણેય તળાવોમાં પાણીનો અભાવ છે. ત્યારે ગણેશ વિસર્જનનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. દર વર્ષે તળાવમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવે છે. મૂર્તિઓ પીઓપીની બનેલી હોય છે અને કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેથી તળાવનું પાણી દુષિત થાય છે. જેને કારણે જળચર પ્રાણીનો જીવ જોખમમાં મુકાય છે. તેને ધ્યાને લઇ ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા તળાવની સૃષ્ટિ અને પાણી દુષિત થતું અટકે તે માટે તળાવના પાણીમાં મૂર્તિ વિસર્જન ન કરવા અને કૃત્રિમ કુંડ બનાવી વિસર્જન કરવા ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે.
આણંદ શહેરના તળાવમાં પાણી ન હોવાને કારણે કેટલાક શ્રદ્ધાળુઓ નાના-મોટી મૂર્તિઓ તળાવના કિનારે મૂકીને વિસર્જનની વિધિ પુરી કરી રહ્યા છે. જેના કારણે મૂર્તિઓ દિવસો સુધી આમ-તેમ અને ખંડિત થતા ધાર્મિક લાગણીઓ દુભાઇ છે. આસ્થાના પ્રતિક મૂર્તિઓની અવદશા ન થાય તે માટે ‘દિવ્ય ભાસ્કર’ અને ધર્મગુરુઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. ભક્તોએ સોસાયટીની પડતર જમીનમાં કૃત્રિમ કુંડ બનાવી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે તે જરૂરી છે.
તળાવના કિનારે મૂર્તિ મુકવાથી દાદાનો અનાદર કહેવાશે

‘10 દિવસ સુધી પોતાના ઘરે મૂર્તિની ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. સન્માનપૂર્વક વિદાય આપી જરૂરી છે. તળાવના કિનારે કે અન્ય કોઇ જગ્યાએ મૂર્તિઓ મુકી દેવાથી તેમનો અનાદર કર્યો ગણાશે. તેથી સૌ ભકતોએ દાદાનું સન્માન જળવાઇ રહે તે માટે કૃત્રિમ કુંડ ઘરે બનાવી તેમાં મૂર્તિનું વિસર્જન કરવું અથવા તો મહિસાગર નદીમાં મૂર્તિનું વિસર્જન કરવા માટે અપીલ કરી છે.’ - ભગવાનદાસજી મહારાજ, રાધાકૃષ્ણ મંદિર, આણંદ

દાદાનું સન્માન જળવાઇ રહે તે માટે વિસર્જન કરવું

તળાવમાં પાણી દુષિત ન થાય અને લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે ગમે ત્યાં મૂર્તિઓનું વિસર્જન ન કરવા જણાવ્યું છે. દાદાની મૂર્તિઓ નદી કે નહેરમાં વિસર્જન કરવી જોઇએ અથવા શક્ય હોય તો પોતાના ઘર નજીક કૃત્રિમ કુંડ બનાવી મૂર્તિનું વિસર્જન કરવામાં આવે તે સૌથી યોગ્ય પદ્ધતિ છે. જેથી પર્યાવરણની પણ જાળવણી થશે.’- રમેશપુરી મહારાજ, જાગનાથ મહાદેવ આણંદ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો