તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ: જેલ ટ્રાન્ફર અટકાવવા માટે લાંચ માગી, જેલરને 6 વર્ષ કેદની સજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ: આણંદના કેદીની ટ્રાન્સફર અન્ય જેલમાં થતી અટકાવવા માટે નાણાંની માગણી કરવાના પ્રકરણમાં કોર્ટે જેલરને છ વર્ષ કેદની સજા ફટકારી હતી. 2011માં ફરિયાદીએ એસીબીમાં રજૂઆત કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં જેલર રંગે હાથ ઝડપાઇ ગયા હતા. સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી આણંદ જિલ્લા કોર્ટે આ હુકમ કર્યો હતો.
આણંદની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા

આ અગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વિદ્યાનગરમાં રહેતા કલ્પેશભાઇ શંભુલાલ ઠકકર અને તેમના પિતા શંભુલાલ દેવીચંદ ઠકકર બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. શંભુલાલે બેંકમાંથી લોન લીધી હતી. જેના સંદર્ભે પૈસા ભરપાઇ ના કરતાં વર્ષ 2005માં પોલીસ કેસ થયો હતો. આ કેસમાં શંભુલાલના જામીન કોર્ટે ફગાવી દીધા હતા અને નડિયાદની બિલોદરા જેલમાં ધકેલી દીધા હતા. તેઓની ઉમંર 70 વર્ષની થતી હોવાથી તેઓને આણંદની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ખંભાત જેલમાં ટ્રાન્સફર થતી અટકાવવી હોય તો લાંચ આપવી પડશે

આ સમયે આણંદ જેલના જેલર તરીકે મૂળ દાહોદના અને આણંદ શહેર મામલતદાર કચેરીમાં રેવન્યુ કલાર્ક તરીકે ગોવિંદભાઇ રાઠોડ ફરજ બજાવતા હતા. જેઓ બોરસદ ચોકડી પાસે આવેલી સરકારી વસાહતમાં રહેતા હતા. તેઓએ શંભુલાલના પુત્ર કલ્પેશ ઠકકરને ફોન કરીને જણાવ્યું હતું કે, જો તેઓના પિતાની આણંદ જેલમાંથી ખંભાત જેલમાં ટ્રાન્સફર થતી અટકાવવી હોય તો, રૂ.5000ની લાંચ આપવી પડશે. જેથી કલ્પેશ ઠકકરે એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો અને છટકુ ગોઠવી ગોવિંદભાઇને લાંચ લેતા રંગેહાથ પકડાવી દીધા હતા.
દંડ ના ભરે તો,વધુ છ મહિનાની કેદની સજા

તેઓનો કેસ આણંદની સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકિલ નીતાબહેન પટેલની દલિલો, 7 સાક્ષીઓ અને 15 દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખીને જજ એમ.પી. પંચાલે જેલરને છ વર્ષની સજા ફટકારી હતી. તેમજ રૂ.6 હજારનો દંડ ભરવા આદેશ કર્યો હતો. જો દંડ ના ભરે તો,વધુ છ મહિનાની કેદની સજા ભોગવવાની રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો