તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંકલાવ પાલિકાના ઉપપ્રમુખને 3 બાળકો હોવાથી સસ્પેન્ડ કરવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવ: આંકલાવ પાલિકામાં ઉપપ્રમુખને ત્રણ બાળકો છે. જેથી તેઓએ ચૂંટણી ટાણે ખોટો દાખલો આપીને ચૂંટણી લડી હોય તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ પાલિકાના પ્રમુખ અને કેટલાક કાઉન્સિલરો દ્વારા કરાતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

પાલિકાના પ્રમુખ બાદ હવે ઉપપ્રમુખને સસ્પેન્ડ કરવા જુથ સક્રિય થયું
 
આંકલાવ પાલિકાના ઉપપ્રમુખ ભગવાનભાઈ પુનમભાઈ ઠાકોરને ત્રણ સંતાનો છે. તેમ છતાં પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરતી વખતે આ બાબત છુપાવીને ખોટું સોગંદનામુ કરી ફોર્મ ભરી ચૂંટણી લડીને વિજેતા બન્યા છે.તેઓને ઉપપ્રમુખના હોદ્દા પરથી તથા કાઉન્સિલર પદેથી સસ્પેન્ડ કરવા માટે પાલિકાના પ્રમુખ વિજયભાઈ રમણભાઈ પઢીયાર તથા કેટલાક કાઉન્સિલરોએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. આમ ઉપપ્રમુખપદે ભગવાનભાઈ ઠાકોરને એક સપ્તાહ જેટલો સમય થયો નથી. 
 
તમામ ડોક્યુમેન્ટ કલેક્ટરને મોકલી અપાયા
 
આંકલાવ પાલિકાના પ્રમુખ અને કેટલાક કાઉન્સિલરો દ્વારા ઉપપ્રમુખ ભગવાનભાઈ ઠાકોરને 3 બાળકો હોવાથી તેમને નગરપાલિકાના ઉપપ્રમુખ પદેથી તેમજ પાલિકાના સભ્યપદેથી હટાવવા માટે લેખિતમાં રજુઆત કરાઇ છે. આથી તમામ ડોક્યુમેન્ટ જિલ્લા કલેકટરને મોકલી આપ્યા છે. - બાબરભાઇ વસાવા, ચીફ ઓફિસર, આંકલાવ નગરપાલિકા
 
આંકલાવ પાલિકાને નવુ મકાન રાજ ના આવ્યું
 
આંકલાવ નગરપાલિકાના એક કર્મચારીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આંકલાવ નગરપાલિકાની આવી પરિસ્થિતિથી અમે પણ હેરાન થઇ ગયા છીએ. જ્યારથી આંકલાવ નગરપાલિકાના નવા મકાન લાવ્યા ત્યારથી જ આ પ્રકારનો કકળાટ ચાલુ થયો છે
અન્ય સમાચારો પણ છે...