તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો પ્રત્યે ભાજપની અનીતિ, PMના પોસ્ટરો સળગાવીને કોંગ્રેસનો વિરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ, નડિયાદ: મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો ઉપર કરેલા અત્યાચારના વિરોધમાં આણંદ અને ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં અને આવેદનપત્રના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. કોંગી કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તથા દેશના વડાપ્રધાનના પોસ્ટરો સળગાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

સરકાર દ્વારા ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચારભરી નીતિ અપનાવાઇ

નડિયાદ શહેરના સંતરામ મંદિર સામે શુક્રવારે બપોરે કોંગ્રેસ સમિતિ દ્વારા એમ.પીમાં ખેડૂતો પર થયેલ ગોળીબાર કરવાથી ખેડૂતો મૃત્યુ પામ્યા હતા. ભારત સરકાર દ્વારા ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યા હતા. જેના પગલે ખેડ઼ૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આ વિરોધમાં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભારતસિંહના અધ્યક્ષપદે ધરણાં કાર્યક્રમનું આયોજન કર્યું  હતું. આ કાર્યક્રમ બાદ કોંગી કાર્યકરો દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પોસ્ટરો સળગાવીને વિરોધ કર્યો હતો.

PM અને MPના CM શિવરાજસિંહના ફોટોને પલિતા

આ પ્રસંગે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ‘ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, ખેડૂતોને ખેત ઉત્પાદન ખર્ચ કરતા બમણો બજાર ભાવ મળવો જોઈએ. ખેડૂતોને પાક વીમાની રકમ સમયસર અને પુરેપુરી મલવી જોઈએ. રાજ્યના ખેડૂતોને 16 કલાક ખેતી માટે વીજળી મળવી જોઈએ.’  આ પ્રસંગે આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાંતિભાઇ સોઢા પરમાર, ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ અને કોંગી કાર્યકરો હાજર રહ્યાં હતાં.
 
તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...